મહેસાણા,તા.૧૭ 

ઉત્તર ગુજરાતમાં ચોમાસું સિઝન પુરી થયે ૮.૬૨ લાખ હેક્ટર જમીનમાં ચોમાસું વાવેતર થવાનો અંદાજ કૃષિ વિભાગે મુક્યો છે. તેની સામે અત્યાર સુધીની સિઝનમાં ૮.૦૫ લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. એટલે કે અંદાજ સામે ૯૩% વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં ૧૬૨% વાવેતર અંદાજ કરતાં ૬૨% વધુ વાવેતર થયું છે. અત્યાર સુધીની સિઝનમાં અરવલ્લી જિલ્લામાં ૮૮%,પાટણ જિલ્લામાં ૭૧%, બનાસકાંઠા જિલ્લામાં ૫૪% અને મહેસાણા જિ.માં ૩૯% વાવેતર થઇ શક્યું છે.ઉ.ગુ.ના ૫ જિલ્લામાં ચોમાસુ સિઝનના મુખ્ય પાકોના વાવેતરની સ્થિતિ જોતાં સૌથી વધુ ૨૭૯૬૮૪ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.ઉપરાંત ઘાસચારાનું ૧૫૮૫૩૬ હેક્ટરમાં, કપાસનું ૧૫૮૧૫૯ હેક્ટરમાં,બાજરીનું ૫૫ હજાર હેક્ટરમાં,સોયાબીનનું ૩૫ હજાર હેક્ટરમાં,મકાઇનું ૩૨ હજાર હેક્ટરમાં,અડદનું ૨૫ હજાર હેક્ટરમાં,શાકભાજીનું ૨૧ હજાર હેક્ટરમાં,ગવારનું ૧૭હજાર હેક્ટરમાં વાવેતર થયું છે.