ભરૂચ, ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કહેર વચ્ચે કોવિડ સ્મશાનમાં સ્થિતી વધુ વિકટ બનતી જાેવા મળી રહી છે, છેલ્લા ઘણા સમયથી કોવિડ સ્મશાનમાં મૃતદેહનો આંકડો વધી રહ્યો છે. જેમાં ગઇકાલ સવારથી આજ સવાર સુધી કોવિડ સ્મશાનમાં ૬૫ થી વધુ મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અંતિમક્રિયા કરવામાં આવી છે. આમ જિલ્લાની અંદર કોરોના કાળમાં ૨૦૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે તંત્રના આંકડા માત્ર હજુ સુધી ૭૪ ઉપર જ પહોંચ્યા હોય તેમ સ્મશાન અને કબ્રસ્તાનનાં મૃત્યુ દર અને તંત્રનાં સત્તાવાર મૃત્યુના દરમાં ફેરફાર જાેવા મળતા લોકોમાં પણ મામલો કોરોનાકાળ વચ્ચે ચર્ચાસ્પદ બન્યો છે. ભરૂચ જિલ્લામાં વિકટ બનતી સ્થિતિ સામે હવે લોકોએ પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની છે, યુવા વયથી લઇ ૫૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓના અણધાર્યા મોતથી હાહાકાર મચ્યો છે, તો બીજી તરફ કોરોનાના પોઝીટિવ કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે. કોવિડ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ અને ખાનગી લેબો ખુલતા જ લોકોની લાંબી કતારો જાેવા મળી રહી છે, એક તરફ વધતા મોતના આંકડા અને બીજી તરફ વધતા કેસોએ તંત્રને પણ દોડતું કયંર્ુ છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી વધુ ૧૩ નાં મોત

ભરૂચ.સમગ્ર દેશ સહિત રાજ્ય અને ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતકથી અતિ ઘાતક પુરવાર થઈ રહી છે અને સંક્રમણ દિનપ્રતિદિન બે કાબુ થઈ રહ્યું છે તો બીજી તરફ કોરોના મોતનું તાંડવ પણ કરી રહ્યો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૧૩ દર્દીઓના મોત નિપજ્યા છે. સિવિલ હોસ્પિટલના તબીબ ડો.અભિનવ શર્માએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૩ દર્દીઓના કોરોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે જાે કે તેમનો ડેથ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ કારણ સ્પષ્ટ થશે. ભરૂચમાં સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં પણ કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ ક્રિયામાં પુનઃ એકવાર વધારો જાેવા મળી રહ્યો છે. બે દિવસ મૃત્યુઆંક ઘટ્યા બાદ ફરીથી મૃત્યુઆંકમાં વધારો થયો છ.