કાળા બજારી કરતા વધુ ૪ પકડાયા રેમડેસીવીર ઈન્જેક્શન રૂા.૨૬ હજારમાં વેચતા હતા
04, મે 2021

અમદાવાદ, અમદાવાદમાં કોરોના દર્દીઓ માટેના રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારીમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો હોવાનું દેખાઈ રહ્યુ છે સાઈબર ક્રાઈમ, ક્રાઈમ બ્રાંચ ત્યાર પછી રામોલ પોલીસે પણ રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી કરનાર ચાર શખ્સોને ઝડપીને રેમડેસીવીરના ૪ ઈન્જેક્શન, બે મોબાઈલ સહીત રૂ.૧.૦૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.શહેરમાં રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી રોકવા માટે એજન્સી સહીત પોલીસ સઘન પેટ્રોલીંગ કરી રહી છે ત્યારે રામોલ પોલીસને બાતમી મળી હતી કે, રામોલ માધવ સ્કુલ સામે કેટલાક શખ્સો રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી કરી રહ્યા છે. જેના પગલે રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.આર.ભાટી તથા તેમનો સ્ટાફ તે જગ્યાએ વોચ ગોઢવી ત્યારે શશાંક જયસ્વાલ (રહે. ઓઢવ), નીલ જયસ્વાલ (રહે.ઓઢવ) બંન્ને રેમડીસીવીરના ૪ ઈન્જેક્શન રાખીને માર્કેટ કરતા વધુ ભાવે વેચતા પકડાઈ ગયા હતા. જેથી પોલીસે તે બંન્નેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ હાથ ધરી ત્યારે જાણવા મળ્યુ હતુ કે, આ બંન્ને આરોપીઓ વસ્ત્રાલ માધવની પોળ પાછળ આશીર્વાદ પાર્ક ફ્લેટ નીચે આવેલ ચાર ભુજા મેડીશીન નામના મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા હતા અને હાલમાં રેમડેસીવીર ઈન્જેક્શનની તંગઈ હોવાના કારણે મેડીકલ સ્ટોરના માલિક વિકાશ અજમેરા તેમના મિત્ર પ્રવીણ મણવર ભેગા મળી ક્યાંકથી રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો લાવી તેમની પાસેથી ઈન્જેક્શન મેળવીને એક ઈન્જેક્શન રૂ.૨૬ હજારમાં વેચતા હતા. જેના પગલે રામોલ પોલીસે આશીર્વાદ પાર્કમાં રહેતા વીકાશ અજમેરા અને પ્રવીણ મણવર ની પણ ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution