ઉદેપુરમાં શ્રાવણીયો જુગાર રમતા 70થી વધુ ગુજરાતીઓ ઝડપાયા
26, જુલાઈ 2020

અમદાવાદ-

અત્યારે શ્રાવણનો  પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. ત્યારે આ મહિનામાં જુગારની વધારે બોલબાલા જોવા મળે છે. રાજસ્થાનના ઉદયપુરમાં જુગારીઓ ઉપર પોલીસની મોટી રેડ કરવામાં આવી હતી. જેમાં  ગુજરાતના ૭૦થી વધુ લોકો જુગાર રમતા ઝડપાયા હોવાનું ન્યૂઝ ૧૮ જણાવે છે. ૧૦૦ જેટલા લોકો પકડાયાનું કહેવાય છે.લાખોની રોકડ જપ્ત. ઉદયપૂરના દેવરી વિસ્તારમાં આવેલ ઉદયબગ હોટલમાં રેડ પડયાનું ચર્ચાય છે. હાલ રોકડની ગણતરી અને કાર્યવાહી ચાલુ હોવાના સમાચાર મળી રહ્યા છે. ૨૫ લાખથી વધુ રોકડ જપ્ત થયાની પણ વાત આવે છે.

ગુજરાતમાંથી રમવા પહોંચેલા 69 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ હોટલમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી હતી અને અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરોમાંથી આવેલા 69 ગુજરાતી લોકોની અટકાયત કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution