સાવલી,તા.૪

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ૭૫૧થી વધુ યુગલોના આઠમો વિરાટ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સૌ નવદંપત્તિઓને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આશીર્વાદ પાઠવી નવા જીવનની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં મંત્રીઓ અને રાજકીય હસ્તીઓ હાજર રહયા હતાસાવલી ખાતે ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર ના સ્વર્ગસ્થ પિતા મહેન્દ્રભાઈ ઇનામદારની જન્મ જયંતી નિમિત્તે સર્વ જ્ઞાતિય વિરાટ નિશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેન્દ્ર ઇનામદાર ચેરીટેબલ ટ્રસ્ટ ની આગેવાની હેઠળ ૭૫૧ યુગલો નું સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ભવ્ય સમારોહમાં રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગૃહ મંત્રી હર્ષ સંઘવી મંત્રી બચુભાઈ ખાબડ રાઘવજી પટેલ સંસદ રંજનબેન ભટ્ટ તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યો અને હોદ્દેદારો આ.નવવિવાહિત યુગલો ને આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા.સાવલી ખાતે ૭૫૧ થી વધારે દંપતીઓ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને પોતાના નવજીવનની શરૂઆત કરી હતી ત્યારે તમામ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક પ્રવચનમાં તમામ નવયુગલોને નવા જીવનની શરૂઆતની શુભેચ્છા પાઠવી હતી સાથે સાથે આટલા મોટા આયોજન બદલ ધારાસભ્ય કેતન ઈમાનદાર ના વખાણ કર્યા હતા અને સમાજની દીકરીઓ માટે રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને સમૂહ લગ્ન જેવા આયોજનના કારણે ગરીબ માતા-પિતા આર્થિક દેવા નીચે ડુબતા બચી જાય છે અને તેના જ કારણે રાજ્ય સરકાર પણ દીકરીઓના લગ્ન બાબતે કુંવરબાઈના મામેરા સહિતની વિવિધ યોજનાઓ માં રોકડ સહાય કરી રહી છે.