રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને આવેલી ફરિયાદ લઇ ઇસ્કોન મંદિર સામે, કણકોટ પાટિયા પાસે, મોટામવા, કાલાવડ રોડ પર આવેલ ધ ગ્રેટ પંજાબી ઢાબામાં સ્થળ તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન સંગ્રહ કરેલા વાસી મંચુરિયન, ડ્રેગન પોટેટો, નુડલ્સ, ગ્રેવી, સેઝવાન ચટણી મળી આવતા અંદાજિત કુલ ૫૦ કિલો વાસી ખાદ્યચીજાેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્યચીજાેના સંગ્રહ, જાળવણી તેમજ હાઇજેનિક કંડીશન જાળવવા બાબતની નોટિસ આપવામાં આવી હતી. તેમજ પનીર, પનીર અંગારા સબ્જી અને નટ બટ બ્લેક રેઝીનના નમૂના લેવામાં આવ્યા હતા. મસાલા બજારમાં ૬૮ નમૂના લેવામાં આવ્યા રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન સાથે ગાંધીગ્રામ વિસ્તારમાં નાણાવટી ચોક પાસે જય ખોડિયાર મસાલા બજારમાં મસાલાનું વેચાણ કરતાં વિક્રેતાઓની સ્થળ પર ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૪ ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેચાણ કરતાં મરચાં પાવડર, હળદર પાવડર, જીરું પાવડર, ગરમ મસાલો, ઘોલર મરચું, કાશ્મીરી મરચું, રેશમપટ્ટો મરચું, લાલ મરચી, જીરું, વરિયાળી, રાય, મેથીના કુરિયા, રાયના કુરિયા, ધાણા સહિત ૬૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મસાલા બજારમાં ૬૮ નમૂના લેવામાં આવ્યા ફૂડ વિભાગ દ્વારા ગેરરીતિ બહાર આવતા નોટિસ આપવામાં આવી છે.