વિધિવત પ્રારંભ થાય એ પહેલાં સવા ત્રણ લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી
24, નવેમ્બર 2023

જૂનાગઢ, પાવનકારી ગિરનાર લીલી પરિક્રમામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા ગુજરાત સહિતના દેશના અન્ય રાજ્યમાંથી ભાવિકો ઉમટી પડ્યા છે. યાત્રાળુઓ અનેરો ઉત્સાહ સાથે અને લીલી વનરાઈ વચ્ચે આનંદ-ઉમંગ સાથે પગપાળા ગિરનાર લીલી પરિક્રમા કરી રહ્યા છે. ભાવિકોની સગવડતા માટે જિલ્લા વહીવટી તંત્ર જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરિક્રમાનો વિધિવત પ્રારંભ આજે રાત્રે ૧૧ વાગ્યે થશે. જાેકે, પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય એ પહેલાં સવાત્રણ લાખથી વધુ ભાવિકોએ પૂર્ણ પણ કરી દીધી છે. સૌરાષ્ટ્ર-ગુજરાતની સંસ્કૃતિની ઉજાગર કરતા સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચાલતા અન્નક્ષેત્રો પણ હરી હરના નાદથી ગુંજી ઉઠ્‌યા છે, ભાવિકો પણ ભાવ સાથે ભોજન-ભજન કરીને ભાવિકો ધન્યતા અનુભવે છે. આમ, ભક્તિમય માહોલ વચ્ચે અને અનેરા ઉત્સાહ સાથે પરિક્રમાના સમગ્ર રૂટ પર જય ગિરનારીનો નાદ ગૂંજી ઉઠ્‌યો છે.ત્યારે પરિક્રમા રૂટ પર તંત્ર ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે, જેને લઇ ભાવિકોમાં પણ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.હાલ ભાવિકોએ વહેલા ઉત્સાહ સાથે પરિક્રમા શરૂ કરી દીધી છે. વર્ષો વર્ષ પરિક્રમામાં આવતા મહેસાણા કડી નજીકના મુક્તેશ્વર મહાદેવ મંદિરના સેવક કહે છે કે, જિલ્લા વહીવટી તંત્ર-વન વિભાગ દ્વારા ખૂબ સારી વ્યવસ્થાઓ છે. જેમાં લોકોએ પણ તંત્રને સહકાર આપવો જાેઈએ. તેમ તેમણે જણાવ્યું હતું.

પરિક્રમામાં પોલીસ પ્રજાની મિત્ર બની પરિક્રમાર્થીને છાતીમાં દુખાવો થતાં હોમગાર્ડ દ્વારા સાીપીઆર આપ્યું

પરિક્રમામાં આવેલ પરિવારના એક કિશોર અડી કડી વાવની દીવાલ પરથી નીચે પટકાયો હતો.જે બાબતની જાણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.એમ.જાદવ ,પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ગેલાભાઈ,વેલસીભાઈ છગનભાઈ તથા ડાયાભાઈ ગઢવી જ્યારે પરિક્રમાંના બંદોબસ્ત માં હતા ત્યારે થતા ઉપરકોટ તરફ પેટ્રોલિંગમાં જતા કિશોર ને મોબાઈલ વાનમાં લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે સારવાર ખસેડાયો હતો.ત્યાં જાણવા મળેલ કે .જ્યા ફરજ પરના ડોક્ટરોએ અકસ્માતમાં ઈજા પામનાર કિશોરના બંને પગ ઘુટીના ભાગે ગંભીર ઈજા થયાનું જણાવી સારવાર શરુ કરી હતી. તો બીજી તરફ પરિક્રમા આવેલા પ્રદીપ સુરેશભાઈ ગીર સોમનાથના તેના માતાથી અલગ પડી જતા તેમના માતાને શોધી તેમના દીકરાને સોંપી આપેલ હતા. પરીક્રમા ઝોન ૫ પોઇન્ટ નંબર ૧૯ સુરેન્દ્રનગરના ધોકડવા ગામના રાયધનભાઈ કમાંભાઈ દેગામાં​​​​​​​ને છાતીમાં દુખાવો થતાં હોમગાર્ડ આશિષભાઈ દ્વારા ઝ્રઁઇ આપવામાં આવી હતી.અને ૧૦૮ ની મદદ થી સીવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા તેમની વધુ સારવાર શરૂ કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution