વડોદરા, તા.૧૨

અમદાવાદ થી મુંબઇ વચ્ચેના હાઇસ્પીડ ટ્રેન એટલેકે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આજે મહ્‌ત્વનો કરાર જાપાનીઝ કંપની સાથે નેશનલ હાઇસ્પિડ રેલ કોર્પોરેશને કર્યો હતો. જેમાં વડોદરાથી વાપી વચ્ચેના ૨૩૭ કિ.મી.ના પટ્ટામાં હાઇસ્પીડ માટેના અદ્યતન ટેકનોલોજીથી તૈયાર કરાયેલા રેલ પાટા પુરા પાડવા અને બિછાવવા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે.

રૃ.૧.૦૭ લાખ કરોડના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં હવે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની કામગીરી અટકી છે ત્યારે હવે એનએચઆરસીએલ દ્વારા ગુજરાતમાં જ આ પ્રોજેક્ટ માટેની કામગીરી આગળ ધપાવવા પગલાં લેવામાં આવ્યા છે. આજે જાપાનની રેલ ટ્રેક કન્સલન્ટન્ટ કંપની સાથે એનએચઆરસીએલે વર્ચ્યુઅલ એમઓયુ સાઇનિંગ કાર્યક્રમ યોજ્યો હતો. જાપાનીઝ કંપની ટ્રેકની ડિટેઇલ ડિઝાઇન, ડ્રોઇંગ પુરા વર્ચ્યુઅલ સાઇનિંગ કાર્યક્રમ યોજાયો આ કંપની હાઇસ્પીડ રેલ ટ્રેક માટેના મહ્‌ત્વના પૂરજા આરસીટ્રેડ બેડ, ટ્રેક સ્લેબ વગેરે પણ પુરા પાડશે. વર્ચ્યુઅલ સમારંભમાં એનએચઆરસીએલના એમડી અચલ ખેરે, ડિરેક્ટર પ્રોજેક્ટ રાજેન્દ્ર પ્રસાદ, ડિરેકટર રોલિંક સ્ટોક વિજય કુમાર જ્યારે જાપાનના ભારતીય દૂતાવાસના મિનિસ્ટર મિયામોટો, જીઆઈસીએના ભારતના પ્રતિનિધિ કોન્સુઓ માત્સુમોટો વગેરે હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છેકે, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિન્ઝો એબેની હાજરીમાં આ પ્રોજેક્ટનું ખાત મૂહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ માટે ભારત અને જાપાન વચ્ચે મજબૂત ટીમ વર્ક છે તે આજના આ એમઓયુથી બહાર આવ્યું હતું.

ડીએફસી રો-રો સર્વિસ શરૂ કરવા માટે૧૦ કંપનીએ રસ દર્શાવ્યો

વડોદરા, તા.૧૨

રેલવેના મહત્વાકાંક્ષી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરમાં હવે પાલનપુરથી હરિયાણાના રેવારી સુધીની રો – રો સેવા શરૃ કરવામાં આવનાર છે ત્યારે ૧૦ કંપનીઓ આ સેવા શરૃ કરવા માટે રસ દર્શાવ્યો છે. ડીએફસી દ્વારા હવે પાલનપુરથી રેવારી સુધીના રેલવે ટ્રેકનો ઉપયોગ કોમર્શિયલ ધોરણે કરવા માટે આયોજન કર્યું છે. આ આયોજનના ભાગરૃપે ખાનગી ઓપરેટરો પાસેથી રોલ ઓન-રોલ ઓફ સેવા શરૃ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. પ્રિ બિડ કોન્ફરન્સમાં કોંકણ રેલવે સહિત ૧૦ કંપનીઓએ ભાગ લીધો હતો. આ સેવાના પગલે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને બહુમુલ્ય પેટ્રોલ-ડિઝલનો ઉપયોગ પણ ઘટી શકશે. આ વિસ્તારમાંથી રોજ ૨૫૦૦ જેટલી માલસામાન ભરેલી ટ્રકો રેલવે દ્વારા વહન કરવાનો લક્ષ્યાંક છે.આગામી માસથી જ આ રો- રો સેવા શરૃ કરવામાં આવનાર છે. જેના પગલે નેશનલ હાઇવે ઉપર જે ટ્રાફિકની સમસ્યા છે તે પણ ઘટી જશે. રેલવે ના વેગન દ્વારા ૩૦૦ જેટલી ટ્રકોને જાે વહન કરવાં આવે તો ટ્રક ચાલકોનો સમય પણ બચી જશે. એક અંદાજ મુજબ પાલનપુરથી રેવારી સુધીનું અંતર વહન કરવામાં રેલવેને ૧૦ કલાક લાગશે. જાે આટલું જ અંતર નેશનલ હાઇવે દ્વારા વહન કરવાનું હોય તો ૨૪ કલાકથી ૩૬ કલાકનો સમય લાગી શકતો હોય છે.