સુરત-

સંસદમાં બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓની 220 કરોડની સબસીડી રિલીઝ કરવા માગ કરી છે. વર્ષ 2019-20 અને 2020-21માં એક્સપોર્ટ કરેલી ખાંડ સામે અત્યાર સુધી સબસીડી મળી નથી. દક્ષિણ ગુજરાતમાં 14 સુગર મંડળીઓ આવી છે. બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ કેન્દ્રના પુરવઠા વિભાગના પ્રધાન સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, બારડોલી સુગર સહિત દક્ષિણ ગુજરાતની 14 અને રાજ્યની 17 સુગર ફેક્ટરીઓને છેલ્લા બે વર્ષથી ખાંડેક સપોર્ટ કરવા સામે સબસીડી મળી નથી. કોરોનાની વિગત એવી સ્થિતિમાં સબસીડી નહીં મળતાં સુગર ફેકટરીઓ ખેડૂતોને શેરડીની ચૂકવણી પૂર્ણ સ્વરૂપે કરી શકતી નથી. જેના કારણે તેમની સ્થિતિ પણ કફોડી બની છે. બીજી બાજુ કોરોનાની બીજી લહેર પછી સુગર ફેકટરીઓ લાંબા સમય બંધ રહી હતી. સબસીડીની મોટી રકમ લોક રહેતા મંડળીઓના કામકાજ પર પણ ભારે અસર થઇ રહી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની વિકટ પરિસ્થિતિ હોવા છતાં દક્ષિણ ગુજરાતની 14 સહિત રાજ્યની 17 સુગર ફેકટરીઓ દ્વારા એક્સપોર્ટ ખાંડમાં સબસીડી કેન્દ્ર સરકાર દ્વારા મળી નથી. સંસદમાં સાંસદ પ્રભુ વસાવાએ ઝીરો અવર્સ દરમિયાન સરકાર પાસે સબસીડી આપવાની માગ કરી છે. નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21 આ બે વર્ષ દરમિયાન આ સુગર ફેકટરીઓ દ્વારા કરવામાં આવેલા ખાંડ એક્સપોર્ટ સામે 220 કરોડની સબસીડી અત્યાર સુધી મળી નથી.