મ.સ. યુનિ.ની બોયઝ હોસ્ટેલની દીવાલ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની
29, એપ્રીલ 2023

વડોદરા, તા. ૨૯

વિશ્વ વિખ્યાત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ વિશ્વ વિદ્યાલયનો આવતીકાલે પંચોત્તેર વર્ષ પૂર્ણ થતા મ.સ.યુનિ. આ સુવર્ણ કાળની ઉજવણી ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવા માટેનું આયોજન કરશે ત્યારે યુનિ.ની બોયઝ હોસ્ટેલની દિવાલ પર મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના શાશન કાળ દરમ્યાન શહેરની છબીને તેમજ તેમની પ્રતિકૃતિને ભીંત પર ચીતરવામાં આવી છે જે હાલમાં શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.

ફતેગંજ વિસ્તારમાં આવેલ મ.સ.યુનિ.ની બોયઝ હોસ્ટેલની દિવાલ પર ફાઈન આર્ટસ ફેકલ્ટીની ભૂતપૂર્વ વિદ્યાર્થીની તેમજ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિ.ના વિદ્યાર્થી ભાવેશ રાવલ દ્વારા માત્ર એક જ મહિનાના સમયગાળામાં સમગ્ર દિવાલ પર અદભૂત ચિત્રકારી કરવામાં આવી છે. ચિત્રકાર ભાવેશ રાવલ સાથે વાત્તચિત્ત કરતા જણાવ્યું હતું કે, ભર ઉનાળે ક્રેનની મદદથી દિવાલના ઉપરના ભાગ પર પહોંચી જઈને સમગ્ર દિવાલ પર ચિત્રકામ કરવામાં આવ્યું છે તેંમજ તેમાં સુંદર કલર કામ પણ કરવામાં આવ્યુ છે. આ ચિત્રમાં મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની છબી તેમજ શહેરનના જાણીતા સ્થળો ઉપરાંત તેની સંસ્કુતિ વિશેનું ચિત્રકામ કરવામાં આવ્યુ છે જે હાલમાં શહેરીજનો માટે સ્નેપશોર્ટ બનાવવા માટેનું કેન્દ્ર બન્યુ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution