મુંબઈ-

મહારાષ્ટ્રના ભિવંડીમાં MIDC વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ગુરૂવારે સવારે ભીષણ આગ લાગી ગઈ છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, આગ પર કાબૂ મેળવવાનું કામ ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ ભિવંડી તાલુકાના સરવલી એમઆઈડીસી વિસ્તારમાં લાગી છે. આગ લાગવાનું કારણ અત્યાર સુધી જાણવા મળ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આગ લાગી તે સમયે 30 થી 40 કામદારો ગોડાઉનમાં અંદર હાજર હતા. જોકે આગની સૂચના મળતા જ કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોડાઉનમાં કાચા કપડા, તૈયાર કપડા અને યાર્નનો મોટો સ્ટોક વેરહાઉસમાં રાખ્યો હતો. આગ લાગવાથી કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. ફાયરના જવાનો આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. આગને કાબૂમાં લેવા ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. જોકે આગ લાગવાનું કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નહોતું. આશા છે કે આ આગ શૉર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હશે. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ વેરહાઉસમાં આગને કારણે લાખોનો માલ બળી ગયો હતો.