મુંબઈ: બોગસ ચલણી કેસનો માસ્ટર માઇન્ડ ગુજરાતીની ધરપકડ
19, નવેમ્બર 2020

મુબઈ-

થાણા ક્રાઇમ બ્રાંચ ખંડણી પથકે ત્રણ યુવકો સાથે એક મહિલાની મુંબ્રા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. તેઓ પાસેથી ૧૨ લાખની ૨૦૦, ૫૦૦, ૨૦૦૦ની બનાવટી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં સાકીનાકા વિસ્તારમાં રહેતો પ્રવીણ પરમાર સ્કેનર અને બૉન્ડ પેપર વાપરીને બનાવટી નોટો તૈયાર કરતો હતો સાથે અન્ય આરોપીઓને આપી માર્કેટમાં નોટો એક્સચેન્જ કરતો હતો.

થાણા ખંડણી પથકને મળેલી માહિતીના આધારે તેઓએ મુંબ્રા દત્ત પેટ્રોલ પંપ પાસે એક પોલીસ પથક તહેનાત કર્યું હતું. જેમાં ૧૧ લાખ ૪૯,૦૦૦ની બનાવટી નોટ સાથે પ્રવીણ પરમાર, મુજમ્મીલ સુર્વો, નસરીન કાઝી, મુજફ્ફર પાવસકરની ધરપકડ કરી હતી. જેમાં વધુ તપાસ હાથ ધરતા સાકીનાકા વિસ્તારમાં રહેતા પ્રવીણે સ્કેનર અને જેકે બૉન્ડ પેપરની મદદથી બનાવટી નોટો તૈયાર કરવાનું તપાસમાં સામે આવ્યું હતું. બનાવટી નોટો તૈયાર થતાં તે અન્ય આરોપીને માર્કેટમાં નોટો એક્સચેન્જ માટે આપતા હતા. 

થાણા ખંડણી પથકના સિનિયર ઇસ્પેકટર રાજકુમાર કોથમીરેએ 'મિડ-ડે'ને કહ્યું હતું કે 'આરોપી પાસેથી નોટ છાપવાનું મશીન સાથે તેમાં લાગતી અનેક ચીજો અમે જપ્ત કરી છે. માસ્ટર માઇન્ડ પ્રવીણ પરમાર સામે આ પહેલાં ચિટિંગ સહિતના કેટલાક ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોધાયેલા છે.'

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution