અમદાવાદ-

ભારતીય નૌસેનામાં યુધ્ધ જહાજ તરીકે 30 વર્ષ સુધી ફરજ બજાવનાર આઇએનએસ વિરાટ સપ્ટેમ્બરમાં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ પર પહોંચશે. જયાં આ યુધ્ધ જહાજનું ડિમોલીશન કરવામાં આવશે. આ યુધ્ધ જહાજને 2017માં ફરજમાંથી નિવૃત કરવામાં આવ્યુ હતું.સ જે પછી કેન્દ્ર સરકારે તેન સ્ક્રેપ કરવાનો નિર્ણય લેતા તેને ગુજરાતમાં આવેલી શ્રીરામ શિપીંગમાં લાવવામાં આવ્યુ હતુ. અગાઉ અનેક રાજય સરકારે તેને ખરીદી મ્યુઝીયમમાં પરિવર્તીત કરવાની દરખાસ્ત મુકી હતી. પરંતુ વાત આગળ વધી ન હતી. આ યુધ્ધ જહાજને ઇ-ઓકશનમાંથી 26 કરોડના ખર્ચે ખરીદવામાં આવ્યુ હતુ.

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટ આજે મુંબઈથી રવાના, અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં તેને સત્તાવાર વિદાય આપવામાં આવશે . ભારતના ઐતિહાસિક યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટને મુંબઈના નેવલ ડોકયાર્ડમાંથી ટોઇંગ કરવામાં આવ્યું છે. જેને અલંગ શિપઆઈએનએસ વિરાટને તા. ૨૨મીએ અલંગ શિપબ્રેકિંગમાં અંતિમ વિદાય અપાશે યાર્ડ ખાતે સંભવિત ૨૨ સપ્ટેમ્બરે અંતિમ વિદાય આપવામાં આવશે. તે સમયે મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી સહિતના નેતાઓ હાજર રહે તેવી પણ સંભાવના અને વિચારણા ચાલી રહી છે હોવાનું સુત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૯ દ્વારા ઓનલાઇન ઓક્શનમાં ૩૮.૪૫ કરોડ રૂપિયાની કિંમતે આઇએનએસ વિરાટ ખરીદી લીધું છે. આ અંગે અલંગ શિપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ૧૮૦૦૦ એલડીટી ધરાવતા આ જહાજને મુંબઈના નેવલ ડોકયાર્ડમાંથી ટોઇંગ કરવામાં આવ્યું છે. તા ૨૦મીએ રાત્રે અલંગ એન્કરેજ ખાતે ખાસ ટગ દ્વારા વિરાટને ખેંચીને લવાશે. તા. ૨૧ના રોજ કસ્ટમ્સ, જીપીસીબી, જીએમબીની તમામ સરકારી પ્રક્રિયાઓ કરવામાં આવશે અને તા. ૨૨ સપ્ટે.ના રોજ વિરાટનું બીચિંગ અલંગના પ્લોટ પર કરાવવામાં આવશે. જોકે તમામ બાબતો દરિયાઈ પરિવહન, આબોહવાને આધારિત હોવાથી મુંબઈથી નીકળી અને અલંગના પ્લોટમાં લાંગરવા સુધીમાં સમયમાં બાંધછોડ થઈ શકે છે. ૬૦ વર્ષ જૂનું યુદ્ધ જહાજમાંથી એન્જિન, નેવી અંગેની યુદ્ધ સામગ્રીઓ, નેવિગેશન સાધનો પાંચ વર્ષ અગાઉ કોચિન ખાતે કાઢી નાખવામાં આવ્યાં હતાં. હાલ જહાજ બંધ હાલતમાં છે અને એને ખાસ ટગ દ્વારા ટોઇંગ કરીને લાવવું પડશે. મુંબઈના નેવલ ડોકયાર્ડમાંથી બહાર લાવતી વખતે પણ નેવીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સત્તાવાર વિદાય આપવામાં આવશે.