મુંબઈ-

મુંબઇના મલાડ વિસ્તારમાં ગુરૂવારે ગ્રાઉન્ડ પ્લસ ટૂ ચોલ ઢળી ગયો. આ અકસ્માતમાં ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે. જાણકારી અનુસાર 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તો બીજી તરફ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ઘટનાસ્થળ પર ચાર ફાયર એન્જીન. એક રેસ્ક્યૂ વાન અને એમ્બુલન્સ અભિયાન પર ચાલી રહ્યું છે.

મુંબઇ શહેરમાં ભારે વરસાદને કારણે શહેરના બે જુદા જુદા વિસ્તારોમાં બે બીલ્ડિંગો ધરાશયી થઇ છે. અધિકારીઓએ જણાવ્યું કે પહેલી ઘટના સાઉથ બોમ્બેના ફોર્ટ વિસ્તારમાં થઇ છે. જ્યારે પાંચ માળની બીલ્ડિંગ ધરાશયી થઇ ગઇ. જેને કારણે ઘણાં લોકો કાટમાળમાં નીચે ફસાયા છે. રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. અધિકારીઓએ કહ્યું કે, ફસાયેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે. સ્થાનીક લોકો અનુસાર ઘણાં લોકો ફસાયા છે. પણ હજુ અમે પુષ્ટિની રાહ જોઇ રહ્યા છે.

અન્ય એક ઘટના મલાડના ઉપનગર માલવાનીમાં બની છે જ્યાં એક ત્રણ માળની ચોલ ધરાશયી થઇ છે. અધિકારીઓ અનુસાર,કાટમાળની નીચે પાંચથી છ લોકો ફસાયેલા હતા. બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અને પ્રાથનિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.