મ્યુનિ. વિપક્ષ નેતા માટે કોર્પોરેટરોનો મોવડી મંડળ સામે રચાયેલો મોરચો
13, ડિસેમ્બર 2021

અમદાવાદ, એએમસીમાં વિપક્ષના પદ માટે ઘમાસાણ ચાલ્યું છે અગાઉ પૂર્વ મ્યુનિ વિપક્ષ નેતા દિનેશ શર્માને બદલવા માટે મોરચો મંડાયો હતો ત્યારબાદ કાર્યકારી વિપક્ષ નેતા તરીકે દાણીલીમડાના કોંગી મહિલા કોર્પોરેટર કમળાબેન ને બેસાડ્યા પરંતુ ચૂંટણી બાદ આજે નવું મહિનાનો સમય ગાળો વીતી જવા છતાં મ્યુનિ વિપક્ષ નેતા પસંદ કરવામાં કોંગ્રેસની ઢીલ ને લીધે કોર્પોરેટરોના બે જૂથ પડી ગયા અને શરૂ થયું. મનપા વિપક્ષ નેતા પદ માં ગમન સાંથલ વિપક્ષ નેતા પદ નો વિવાદ એટલો વકર્યો કે ૧૪ કોર્પોરેટરોએ રાહુલ ગાંધીને મળવા માટે સમય માગ્યો છે જ્યારે બીજા ૧૦ના જૂથે અલગ ચોકો રચ્યો છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ પર જગદીશ ઠાકોર ની નિમણૂક પોતાની સાથે મ્યુનિ.માં વિપક્ષી નેતા નક્કી કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી હતી થોડા દિવસ પહેલા ૧૪ કોર્પોરેટરો પ્રભારી તથા પ્રદેશ પ્રમુખને મળ્યા હતા અને મ્યુનિ વિપક્ષી નેતાની વરણી માટે ઝડપ કરવા જણાવ્યું હતું ત્યારબાદ ૧૦ અન્ય કોર્પોરેટરનું જૂથ ચોક્કસ વ્યક્તિને વિરોધ પક્ષના નેતા બનાવવા માટેની માગણી મૂકી હતી સાથે સાથે સામસામે આક્ષેપો પ્રતિ આક્ષેપો થતાં બંને જૂથ વચ્ચે ભારે વિવાદ અને તણાવ સર્જાયો હતો. પ્રભારી અને પ્રદેશ પ્રમુખ સામે રજૂઆતો કરી ચૂકેલા ૧૪ જેટલા કોર્પોરેટરોએ ચોક્કસ ધારાસભ્યની સાથે મજબૂત લોબિંગ કરી રજૂઆત માટે રાહુલ ગાંધી નો સમય માગ્યો છે જે ધારાસભ્યો પાસે રજૂઆત અને માંગણી કરી છે બે ધારાસભ્યોને કારણે કોંગ્રેસને મોટુ નુકસાન થઈ રહ્યું હોવાનો મત વ્યક્ત કર્યો છે અમદાવાદની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સોપો પડેલો છે કોઈ કાંઈ બોલવા તૈયાર નથી ત્યારે હાલ સૌના મનમાં એક જ પ્રશ્ન સળવળે છે કે મ્યુનિ વિપક્ષી નેતાપદ માટે જાે આટલું બધું કમઠાણ મચ્યું છે તો વિધાનસભાની ચૂંટણી વખતે ટિકિટ નું મહાભારત સર્જાઇ શકે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution