ઓસ્ટ્રેલિયામાં ડ્રેસિંગ રૂમ જાણે હોસ્પિટલના કોઇ વોર્ડ જેવો લાગી રહ્યો હતો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2020-21 સિરીઝની ત્રીજી મૅચ ઇતિહાસના પન્નામાં નોંધાઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાના જખ્મી સિંહોએ ઓસ્ટ્રેલિયાના કાંગારૂના જુસ્સાને તોડી નાખ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ડ્રેસિંગ રૂમ જાણે હોસ્પિટલના કોઇ વોર્ડ જેવો લાગી રહ્યો હતો. ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા અને અશ્વિને દમ લગાવીને મૅચ રમી હતી. 


દર્દ સાથે મનથી મક્કમ થઇને કાંગારુઓને આપ્યો જવાબ 

---------------------------- -----

સુનિલ ગાવાસ્કર પણ આ મૅચ બાદ પંત, અશ્વિન અને હનુમાની પ્રશંસા કરી હતી. તેમણે મૅચમાં રહેલ ગેપ વિશે પણ વાત કરી હતી અને જે રીતે મૅચને ડ્રો સુધી પહોંચાડી તે કાબિલ-એ-તારીફ છે તેવું પણ કહ્યું હતું.

ક્રિટિક્સને ચેતેશ્વર પુજારાએ આપ્યો જવાબ

-------------------------------

પહેલા ફેઝમાં 150થી વધારે બોલ રમીને 35થી પણ ઓછા રન બનાવનાર ચેતેશ્વ પુજારા ફેન્સના નિશાના પર હતા. ઓસ્ટ્રેલિયાના કમેન્ટેટર્સે તો ઓન-એર પુજારાની સ્લો બૅટિંગની આલોચના પણ કરી હતી. પુજારાની ખાસિયત છે કે તે દરેક આલોચનાનો જવાબ પોતાના બેટથી આપે છે. પુજારાએ આ વખતે પણ તે જ કર્યું 205 બોલમાં 77 રન બનાવ્યા હતા. આ દરમિયાન પુજારાએ ટેસ્ટ કરિયરમાં 6000 રન પણ પૂર્ણ કર્યા હતા. 


જાતે પાણી પણ પી નહતો શકતો પંત 

-------------------- ---------------

ઋષભ પંતની હાલતનો અંદાજો તે વાતથી જ લગાવી શકાય કે, જ્યારે ડ્રિંક્સ બ્રેક હતો ત્યારે તે પાણી પણ નહોતા પી રહ્યા. સબ્સ્ટીટ્યુયે તેના મોઢે બોટલ લગાવી હતી જેથી તેના હાથ પર જોર ન પડે. જ્યારે લંચ થયો ત્યારે પંત પોતાના ગ્લવ્ઝ અને હેલમેટ પીચ પર જ રાખીને આવ્યો હતો.

બેસી નહોતો શકતો અશ્વિન પરંતુ ક્રિઝ ન છોડી 

-------------------------------------------

ભારતીય ટીમનો તે ખેલાડી જેનું કામ વિકેટ લેવું છે બૅટિંગ કરવું નહી. અશ્વિનની પાંસળીઓમાં ઇજા થયેલી છે. તેના ખભા પણ ઇજાગ્રસ્ત છે. ડ્રેસિંગ રૂમમાં બેસી પણ નહોતો શકતો તેમ છતાં પંતના આઉટ થવા પર બેટ લઇને મેદાનમાં ઉતરી ગયો. વચ્ચે વચ્ચે ફીઝીયો બોલાવીને દર્દમાં થોડો આરામ લઇ લેતો હતો પરંતુ તેણે ક્રિઝ છોડી નહી. 


દર્દ સહન કરીને મેચને કિનારે લાવ્યો વિહારી 

-----------------------------------

હનુમા તિવારીની હેમસ્ટ્રિીંગમાં પિડા છે તે દોડી નથી શકતો પરંતુ તેને રનર પણ નથી મળી શકતો. અશ્વિન સાથે ક્રીઝ પર રહેલા વિહારીએ જ્યારે ફિઝીયોને પૂછ્યું કે તે આ હાલતમાં રમી શકે છે તો તેમણે દર્દ સહન કરવાનો નિર્ણય કર્યો. વિહારીની ઇજા બાદ લાગ્યુ હતુ કે તે ટેસ્ટમાં રમી નહી શકો પરંતુ મેચ બચાવવા માટે તેમણે પોતાનું કરિયર સુદ્ધા દાવ પર લગાવી દીધુ હતુ. હનુમા વિહારી જે રીતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમ્યો તે કાબિલ-એ-તારીફ હતી. 100થી વધારે બોલમાં તેણે માત્ર 7 રન જ બનાવ્યા હતા. વિહારીએ આ ટેસ્ટમાં 100થી વધારે બોલ રમીને બીજો સૌથી ધીમો સ્ટ્રાઇક રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે. 


વારંવાર મેદાનમાં દોડી આવતા હતા ફીઝીયો 

----------------------------------

રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારી ત્રણ કલાક ક્રિઝ પર રહ્યા હતા. એક એક કરીને ઓસ્ટ્રેલિયાના બૉલર આવ્યા અને હારીને જતા રહ્યાં વચ્ચે વચ્ચે તે ફીઝીયોને બોલાવતા હતા પરંતુ તેમણે મેદાન છોડ્યુ ન હતુ. રવિન્દ્ર જાડેજાનો જમણો અંગૂઠો ઇજાગ્રસ્ત છે. તે ઇન્ગલેન્ડ વિરુદ્ધ પહેલી બે ટેસ્ટમાંથી બહાર થઇ ચૂક્યા છે. 


કંઇક આવી હતી સમગ્ર મેચ 

------------------------

ચોથા દિવસે ભારતે 98 રન પર રોહિત શર્મા અને શુભમન ગીલના રૂપમાં બે ક્રેકેટર ગુમાવી દીધા બાદમાં અજીંક્ય રહાણે પાંચમાં દિવસે આઉટ થઇ ગયા હતા. જે બાદ પંત અને પુજારાએ 100 રન ફટકારીને ભારતની જીત પાક્કી કરી લીધી હતી.બધા બેટ્સમેન આઉટ થયા ત્યારે ફેન્સ પણ નિરાશ થયા હતા કે હવે આ મેચ આપણા હાથમાંથી ગઇ પરંતુ હનુમા વિહારી અને અશ્વિને ક્રીઝ પર જોરદાર પફોર્મ કર્યુ હતુ. પંતે શાનદાર બેટિંગ કરતા 118 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા માર્યા હતા, નાથન લાયને પંતની વિકેટ લઇ લીધી હતી. પંત શતક લગાવવા માટે મોટો શોટ રમવાનો પ્રયત્ન કરવા ગયા પરંતુ તેને પેવેલિયન ભેગુ થવુ પડ્યુ હતુ. 

98 રનથી કરી હતી શરૂઆત 

-------------------- ----------

આ પહેલા સવારે ભારતે 2 વિકેટ પર 98 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખુબ જ સરસ રહી હતી. જ્યારે લાયને બીજા જ ઓવરમાં ભારતીય કેપ્ટન રહાણેની વિકેટ લીધી હતી. જે બાદ ભારતે પંતને મોકલવાનો નિર્ણય કર્યો હતો.