અમદાવાદ : ઈરફાન પઠાણ અને પુત્રવધુ વચ્ચે આડા સંબંધો હોવાના વિડીયો વહેતા કર્યા પછી ઈરફાન પઠાણની માફી માંગી માંગતો વિડીયો વાયરલ કર્યો અને થોડા સમય પછી થોડા સમય પછી ઈરફાન પઠાણના ગુન્ડાઓએ માંફી માગતો વિડીયો બનાવડાવ્યો હોવાનો વિડીયો વાયરલ કર્યો હોવાનુ ઈબ્રાહિમ સૈયદે જણાવતા ચર્ચા માં આવ્યુ હતુ.જાે કે લોકસત્તા જનસત્તાએ અનેક વાર કોન્ટેક કરતા ઈરફાન પઠાન કોઈ કોનટેક કરવા તૈયાર નથી.

ક્રિકેટર ઈરફાન પઠાણ અને પુત્રવઘુ વચ્ચે સંબંધો હોવાની વિડીયો વાયરલ કર્યા હોવાના કિસ્સામાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં જુહાપુરા વિસ્તારમાં રહેતા ઈબ્રાહિમભાઈ સૈયદે તેમની પત્ની સાથે પહેલા એક વિડીયો બનાવી સોશાયીલ મિડીયા પર વહેતો કર્યો હતો. જેમાં તેમણે તેમની પુત્ર વધુ અને ક્રિકેટર ઈરફાન પઠાણ વચ્ચે આડા સંબંધ હોવાની રજુઆત કરી હતી. જાે કે ૧૩ માર્ચના રોજ પુત્રવધુએ પતિ સહીત સાસરીયાના વિરુદ્ધમાં ડોમેસ્ટીક વાયોલેન્સની ફરીયાદ કરી હતી. બાદમાં આ વિડીયો સોશીયલ મિડીયમાં વહેતો થતા વેજલપુર પોલીસે ડોમેસ્ટીક વાયલન્સના કેસને લઈને ઈબ્રાહિમભાઈ સૌયદ અને તેમની પત્નીની અટકાયત કરી હતી. જાે કે તે ઘટનાએ શહેર સહીત દેશમાચકચાર મચાવી દીધો હતો. ત્યારે ઈબ્રાહિમભાઈએ એક બીજી વિડીયો ઉતારી સોશીયલ મિડીયા પર વહેતો કર્યો છે. જેમાં ઈબ્રાહિમભાઈ સૌયદે જણાવ્યુ છે કે, તારીખ ૫ મે ના રોજ મે એક વિડીયો વહેતો કર્યો હતો જેમાં ક્રિકેટર ઈરફાન પઠાણ અને મારી પુત્ર વધુ વચ્ચે અફેર હોવાનો જે વિડીયો વાયરલ કર્યો હતો તે મારી ગલતફેમીના કારણે કર્યો છે. મે તપાસ કરાવી ત્યારે ઈરફાન પઠાણ બેગુના છે તેમને કોઈ જાણ પણ નથી જેથી હું એમની માફી માંગી રહ્યો છું તથા ઈરફાન પઠાણના ચાહવા વાળાની પણ માફી માંગુ છું. મને માફ કરી દે જાે અને આ વિડીયો હું કોઈના દબાવમાં આવીને નથી બનાવી રહ્યો. આવો વિડીયો સામે આવતા ફરી એક વખત દેશ ભરમાં ભારે ચકચાર મચી ગયો છે. જાે કે આ વિડીયો બનાવ્યા પછીના થોડાક જ કલાકોમાં ઈબ્રાહિમભાઈએ નવો વિડીયો વહેતો કર્યો હતો કે જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ઈરફાન પઠાણના ત્રણ ગુન્ડાઓ આવ્યા હતા અને મારો વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો વાયરલ કર્યો હતો જેમાં ઈરફાન પઠાણ અને તેના ત્રણ ગુન્ડાઓ જવાબદાર હશે. બીજી બાજુ હું ન્યાય માટે માંગણી કરી રહ્યો છું જાે કે મને ન્યાય મળી રહ્યો નથી. જાે હું આત્મહત્યા કરુ તો મારા મારે માટે ન્યાની માંગણી કરજાે. જાે કે આ અંગે ડીસીપી પ્રેમ સુખ ડેલ્લુ એ જણાવ્યુ હતુ કે આ અંગે ૧૩ માર્ચે પુત્રવધુ દ્વારા જે ફરીયાદ નોંધાવામાં આવી હતી તે અંગે કાર્યાવાહી કરવામાં આવશે જાે કે હાલ તો જામની પર મુક્ત કરવામાં આવ્યા છો પરંતુ આની તપાસ ચાલુ છે.