નાગપુર-

મહારાષ્ટ્રના નાગપુરમાં માનસ એગ્રો ઈન્ડ્સ્ટ્રીઝની ફેક્ટરીમાં બૉયલર ફાટવાથી 5 લોકોના મોત થયા છે. નાગપુર ગ્રામીણ પોલીસના અધિકારીના જણાવ્યા અનુસાર બૉયલર ફાટવાથી ફેકટરીમાં આગ લાગી હતી. જેમાં મજૂરોના દાઝી જવાથી મોત થયા છે.

શુગર ફેક્ટરી માનસ ગ્રુપનો ભાગ છે અને તે પહેલા પૉવર એન્ડ શુગર ફેકટરીના નામથી જાણીતી હતી. જેની માલિકી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના પરિવારની પાસે છે.પોલીસ અધીક્ષક રાકેશ ઓલાએ ઘટનાસ્થળ પર જઈ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, કેટલાક કારીગરો વેલ્ડિંગ કરી રહ્યા હતા. જ્યારે કેટલાક લોકો ગેસ રિસીવના કારણે વિસ્ફોટ થયો હોવાનું અનુમાન છે. 

મહારાષ્ટ્રના નાગપુરમાં માનસ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ એન્ડ શુગર લિમિટેડ કંપનીની ફેકટરીમાં બૉયલર ફાટવાથી 5 લોકોના મોત થયા છે. આ ભયાનક અકસ્માત પર દુ:ખ વ્યકત કરતા શિવસેનાના નેતા કિશોર તિવારીએ મૃતકના પરિવારજનોને 1 કરોડની સહાયની જાહેરાત કરી છે