દિલ્હી-

પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં દોષી સાબિત નલિનીએ ગઈકાલે રાત્રે જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. નલિની વેલોર જેલમાં બંધ છે જ્યાં તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. નલિનીના વકીલ પુગાલેંટીએ આ વિશે માહિતી આપી.

નલિનીના વકીલ પુગલેંટીના જણાવ્યા મુજબ, છેલ્લાં 29 વર્ષથી જેલમાં રહેલા નલિનીએ આ પહેલીવાર કર્યુ કે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. વકીલે કહ્યું કે જેલમાં નલિની અને એક કેદી વચ્ચે કથિત ઝઘડો થયો હતો.નલિની પણ આજીવન કેદમાં બંધ છે. કેદીએ ઝઘડા અંગે જેલરને ફરિયાદ કરી હતી, ત્યારબાદ નલિનીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

વકીલે કહ્યું કે નલિનીએ આ પહેલા આ પ્રકારનો પ્રયાસ કદી કર્યો ન હતો, તેથી આનું વાસ્તવિક કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પુગાલેંતીએ કહ્યું કે નલિનીના પતિ મુરુગન પણ રાજીવ ગાંધી હત્યા કેસમાં જેલમાં છે. તેમણે વિનંતી કરી છે કે નલિનીને વેલોર જેલથી પુજલ જેલમાં ખસેડવામાં આવે. વકીલ પુગાલેંટીએ કહ્યું કે મુરુગનની આ માંગ કોર્ટમાં ઉઠાવવામાં આવશે.