નર્મદા ડેમના ગેટ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઈજનેર ચૌધરીનું કોરોનાથી મૃત્યુ
25, એપ્રીલ 2021

રાજપીપળા

કેવડિયા કોલોની વિસ્તારમાં પણ કોરોનાનો કહેર જાેવા મળી રહ્યો છે કોરોના ના કારણે નર્મદા ડેમના ગેટ ડિવિઝનમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર જે જે ચૌધરી છેલ્લા કેટલાય દિવસથી વડોદરા ખાતે હોસ્પિટલમાં દાખલ થઈ કોરોના સામે લડત લડી રહ્યા હતા પરંતુ આખરે તેઓ કોરોનાં સામે હારી જતા તેઓનું મોત થતા કર્મચારી આલમમાં ભારે શોકની લાગણી જાેવા મળી રહી છે.

ઉલ્લેખનીય જે જે ચૌધરી ઈજનેર ઉપરાંત સારા યોગ ટીચર પણ હતા અને કર્મચારીઓ સ્વૈચ્છિક રીતે યોગ પણ શીખવતા પણ હતા.કોરોનાનો કહેર સતત કેવડિયા કોલોનીમાં પણ જાેવા મળી રહ્યો છે.કોરોનાં પોઝીટીવના કેસ નર્મદા નિગમની કચેરી માં પણ જાેવા મળી રહયા છે.અને કોરોનાં કેસ વધતા કચેરીઓમાં પણ નામ માત્ર કર્મચારીઓ જાેવા મળી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution