વોશિગ્ટન-

અમેરિકાના નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (નાસા)ની અવકાશયાત્રી કેટ રુબિન્સે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં અનોખો પ્રયોગ કર્યો છે. એ મહિલા અવકાશયાત્રીએ આઇએસએસ ઍડ્વાન્સ્ડ પ્લાન્ટ હેબિટેટમાં શાકભાજી ઉગાડવાના પ્રયોગમાં સફળતા મેળવી છે. ગઈ ૩૦ નવેમ્બરે આઇએસએસ ઍડ્વાન્સ્ડ પ્લાન્ટ હેબિટેટમાં કેટ રુબિન્સે ૨૦ મૂળાનો પાક લણીને નવો વિક્રમ સ્થાપ્યો છે. કેટે એ મૂળા કાગળમાં બરાબર લપેટીને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા છે. હવે આવતા વર્ષે પૃથ્વી પર પુનરાગમન વેળા ધરતીવાસીઓને અવકાશ મથકમાં ઉગાડેલા ૨૦ મૂળા બતાવશે અને ચખાડશે. વર્ષ ૨૦૧૫માં રિલીઝ કરવામાં આવેલી સાયન્સ ફિક્શન ફિલ્મ 'ધ મેરિટન'માં અવકાશયાત્રીનું પાત્ર મૅટ ડેમન નામના અભિનેતાએ ભજવ્યું હતું. ફિલ્મમાં એ પાત્ર મંગળ ગ્રહ પર રહેવું મુશ્કેલ બનતાં મેટ ડેમન બટાટા ઉગાડે છે. અવકાશ મથકમાં બટાટા ઉગાડવાનું દ્દૃશ્ય અસાધારણ હતું. સાયન્સ ફિક્શન ફિલ્મનું એ દૃશ્ય ખૂબ પ્રશંસા પામ્યુ હતું. ફિલ્મની એ ઘટના ખરેખર બનતાં સૌને આશ્ચર્ય અને આનંદ થયાં છે.