નાસા 2024માં ચંદ્ર પર ફરીથી માનવને મોકલશે, 18 અવકાશયાત્રીઓમાં એક ભારતીય
11, ડિસેમ્બર 2020

દિલ્હી-

નાસાએ 2024ના મૂન મિશન માટે સંભવિત 18 અવકાશયાત્રીઓની યાદી જાહેર કરી હતી. એ યાદીમાં અડધો અડધ મહિલા અવકાશયાત્રીઓનો સમાવેશ કરાયો છે. તમામ અવકાશયાત્રીઓને ટૂંક સમયમાં તાલીમ અપાશે. નાસા ૨૦૨૪માં ચંદ્ર પર ફરીથી માનવીને મોકલશે. મિશન મૂન માટેની તૈયારી પૂરજાેશમાં શરૃ થઈ ચૂકી છે. એ માટે નાસાએ 18 અવકાશયાત્રીઓની ટીમ તૈયાર કરી છે. એ બધાને અવકાશયાત્રાની તાલીમ અપાશે. આ ૧૮માંથી ફાઈનલ થયેલા અવકાશયાત્રીઓને ચંદ્ર પર જવાની તક મળશે.

આ ૧૮માંથી એક ભારતીય મૂળના રાજા ચૌરીને લોટરી લાગી છે. આ યાદીમાં પ્રથમ વખત અડધો અડધ મહિલા અવકાશયાત્રીઓનો પણ સમાવેશ કરાયો છે. નાસાએ ચંદ્ર પર પ્રથમ મહિલાને ઉતારવાની તૈયારી આરંભી દીધી છે. અમેરિકાના ઉપપ્રમુખ માઈક પેન્સે નેશનલ સ્પેસ કાઉન્સિલની બેઠકમાં આ માહિતી આપી હતી અને 18 અવકાશયાત્રીઓનો પરિચર ટૂંક સમયમાં દેશને થશે એવું પણ કહ્યું હતું. માઈક પેન્સે કહ્યું હતું કે હું અમેરિકન નાગરિકોને જણાવવા આનંદ અને ગૌરવ અનુભવું છું કે આગામી સમયમાં નવા હીરોઝ આપણી સમક્ષ હાજર થશે, જે આપણને ફરીથી ચંદ્રની સપાટી પર લઈ જશે.

નાસાએ બનાવેલા ગુ્રપમાં અગાઉ ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશનમાં જઈ આવેલા અવકાશયાત્રીઓનો પણ સમાવેશ થાય છે. અત્યારે નાસા પાસે કુલ 47 એક્ટિવ અવકાશયાત્રીઓ છે, એમાંથી જ ઘણાંનો સમાવેશ આ ટીમમાં થયો છે. જેમ કે, મહિલા અવકાશયાત્રી કેટ રુબિન્સ, ક્રિસ્ટિના કોચ, જેસિકા મેઈરનો સમાવેશ કરાયો છે. ટીમમાં આઠ અવકાશયાત્રીઓ એવા છે, જેમણે અગાઉ સ્પેસ સ્ટેશનમાં જવાનો અનુભવ લીધો છે. તે ઉપરાંત લગભગ 10 નવા સંભવિત અવકાશયાત્રીઓની પણ પંસદગી થઈ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution