ગાંધીનગર, અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા લેવાયો છે. ગુજરાતના ગણદેવીના મેહુલ વશીની એટલાન્ટામાં હત્યા કરી દેવામાં આવી છે. મોટેલ રીનોવેશન બાબતે અશ્વેત યુવકે ગણદેવીના મેહુલ વશીની હત્યા કરી દીધી છે. જ્યોર્જિયામાં મેહુલ વશીનો પરિવાર સાથે રહેતા હતા. ગણદેવીના યુવાનની અમેરિકાના એટલાન્ટામાં ગળું દબાવી હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામી છે. ૫૨ વર્ષીય મેહુલ વશી જ્યોર્જિયાના ઓગસ્ટા ઇવાન્સમાં પરિવાર રહે છે. પરિવારમાં પત્ની અને ૨ દીકરીઓ છે. મૃતકના પિતા બીલીમોરા હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક છે. અમેરિકામાં મેહુલ વશીની હત્યાથી નવસારીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.મોટેલના રીનોવેશન જેવી નજીવી બાબતે બોલાચાલી થતા અશ્વેત યુવાને મેહુલ વશીની હત્યા કરી દેવાઈ છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં રહેતા અને મૂળ ગણદેવીના બીલીમોરા હાઇસ્કૂલના નિવૃત્ત શિક્ષક રવીન્દ્રભાઈ મગનભાઇ વશી (ઉં.વ. ૮૬)ના દીકરા મેહુલભાઈ વશી (ઉં.વ.૫૨)ની અમેરિકામાં પત્ની, બે દીકરી સાથે જ્યોર્જિયાના ઓગસ્ટા ઇવાન્સમાં રહે છે. મેહુલભાઇ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર તરીકે કાર્ય કરતા અને ત્યાં જ રહેતા હતા. મોટેલમાં નશામાં ચૂર એક અશ્વેતે મેહુલ વશી પર હુમલો કરી હત્યા કરી દીધી છે. મેહુલભાઈ વશી ગણદેવીના મહેતા અને સિનિયર સિટિઝન ગ્રુપના ઉપપ્રમુખ ઠાકોરભાઈ દેસાઈના જમાઈ થાય છે. મેહુલભાઈની પત્ની હેતલ એટલાન્ટાની એક ફેક્ટરીમાં જાેબ કરે છે અને પોતાનું બ્યૂટીપાર્લર ચલાવે છે. મોટી દીકરી આરોહી અને નાની દીકરી બીર્વા અભ્યાસ કરે છે.