ન્યુયોર્ક,

ભારતીય મૂળના નાગરિકોએ શુક્રવારે રાત્રે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં ચીન વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. ખાસ વાત એ છે કે, તેમાં તાઈવાન અને તિબેટિયન મૂળના નાગરિક સામેલ થયા છે. આ દરેકે ચીન વિરોધી બેનર અને પોસ્ટર લઈને પ્રદર્શન કર્યા હતા. તે સાથે જ બોયકોટ ચીનના નારા લગાવ્યા હતા.

૧૫ જૂનની રાત્રે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપીમાં ભારતના ૨૦ જવાન શહીદ થયા હતા. ચીનના પણ ૪૩ ઓફિસરોના મોત થયા છે. જાકે ચીને હજી આ વાત સ્વીકારી નથી.

આ લોકોમાં ચીન વિરુદ્ધ ગુસ્સાની સ્થિતિ એવી હતી કે તેમને સંક્રમણ સંબંધી ચેતવણી આપ્યા છતા ચીન વિરુદ્ધ પ્રદર્શન કર્યા હતા. જાકે છેલ્લા અમુક દિવસોથી અમેરિકાના અન્ય શહેરોમાં પણ ચીન વિરોધી પ્રદર્શન જાવા મળ્યા હતા. આ દરમિયાન લોકોના હાથમાં ભારત, તાઈવાન અને તિબેટના ઝંડા જાવા મળ્યા હતા. અહીં અમુક લોકોએ ચીનની પ્રોડ્‌ક્ટસનો બોયકોટ પણ શરૂ કરી દીધો છે.