રાનકુવા, તા.૧૮ 

કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે નિયમોનો ભંગ કરનારની સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ખેરગામના વાડ ગામે બાપા સીતારામ મઢુલી ખાતે જિલ્લા ભાજપે એક જાહેર કાર્યક્રમ યોજ્યો હતો જોકે જિલ્લા પંચાયતના કુકેરી અને ઉનાઈ બેઠકના બે કોંગ્રેસી સદસ્યોને ભાજપનો ભગવો ધારણ કરાવવામાં સફળ રહેલા જિલ્લા ભાજપના સંગઠનના નેતાઓ અને આગેવાનોએ જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલે કર્યો છે.

નવસારી જિલ્લા પંચાયતના ઉનાઈ બેઠકના સદસ્ય ભીખુ પટેલ અને કુકેરી જીલ્લા પંચાયત બેઠકના સદસ્ય શીલા બેન પ્રકાશભાઈ પટેલ આજે રીતસર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમને સન્માન અને ભાજપમાં આવકારવા માટે ખેરગામના વાડ ખાતે બાપા સીતારામ મઢુલી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વાડ ગામે યોજાયેલ કાર્યક્રમ બાબતે ટેલિફોનિક વાતચીત માં ધારાસભ્ય નરેશપટેલે ધાર્મિક કાર્યક્રમ હોવાનું જણાવ્યું હતું અને તેમને આમંત્રણ હોવા થી તેવો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ધાર્મિક કાર્યક્રમો પર પણ હાલે પ્રતિબંધ છે.ત્યારે આ કાર્યક્રમ ખરેખર કોનો હતો એ તપાસ નો વિષય બન્યો છે. આ કાર્યકમ ને કારણે કોઈ કોરોના સંક્રમિત થાય તો તેની જવાબદારી કોણ લેશે. એક તરફ ભીડ એકત્ર ન થવા દેવા માટે સરકારી જાહેરનામું છે.અને ખૂબ જ ઇમરજન્સી માં કોઈ કાર્યક્રમ યોજાય તો તે વિસ્તાર ના જવાબદાર અધિકારી ને જાણ હોવી જરૂરી છે.પરંતુ ખેરગામ ના વાડ ગામે યોજાયેલ કાર્યક્રમ બાબતે ખેરગામ મામલતદાર અને ખેરગામ પીએસઆઇ ગૌરવ પટેલ ને કોઈ જાણ ન હોવાનું તેવો એ જણાવ્યું હતું.