દિલ્હી-

કેરળમાં નિયમિત ફ્લાઇટ દરમિયાન રવિવારે સવારે ગ્લાઈડર ક્રેશ થતાં ભારતીય નૌકાદળના બે જવાન શહીદ થયા હતા. આ ગ્લાઈડરને તાલીમ માટે ઉડાવવામાં આવ્યું હતું, જે રવિવારે સવારે અકસ્માતનો ભોગ બન્યું હતું. અકસ્માત સમયે ગ્લાઈડર પાસે બે નૌસૈનિક સવાર હતા. બંનેએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની તપાસ માટે એક બોર્ડ ઓફ ઇન્કવાયરી બનાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, નૌકા ગ્લાઈડર નિયમિત તાલીમ દરમિયાન આઈએનએસ ગરુડાથી ઉડાન ભરી હતી. ગ્લાઈડર સવારે સાત વાગ્યે નૌકાદળ નજીક થપ્પુપ્પડી પુલ નજીક અકસ્માતનો ભોગ બન્યો હતો. લેફ્ટનન્ટ રાજીવ ઝા અને સુનિલકુમાર પોલા ગ્લાઈડરમાં હતા. તેમને આઈએનએચએસ સંજીવની ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સધર્ન નેવલ કમાન્ડે આ ઘટનાની તપાસ માટે બોર્ડ ઓફ ઇન્કવાયરી બનાવવાનો આદેશ આપ્યો છે.