અમદાવાદ-

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે એન.સી.બી એ.વલસાડ જિલ્લાના વાપી અને વલસાડમાં એક વિશેષ ઓપરેશન હાથ ધર્યુ હતું.જેમાં એનસીબીએ આ સ્પેશિયલ ઓપરેશનમાં અંદાજે સાડા ચાર કિલો એમડી ડ્રગ્સ અને રૂપિયા 85 લાખની રોકડ રકમ પણ જપ્ત કરી છે. સાથે જ પ્રકાશ પટેલ અને સોનુ રામનિવાસ નામના બે આરોપીની પણ ધરપકડ કરી છે.. એનસીબી ની અત્યાર સુધીની તપાસમાં આરપીઓઓ એક જગ્યાએ એમડી ડ્રગ્સ બનાવતા હતાં.અને ત્યારબાદ તે સમગ્ર રાજ્ય અને આસપાસના વિસ્તારમાં આ ડ્રગ્સ સપ્લાયનો કાળો કારોબાર ચલાવતા હતા.

નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દ્વારા દક્ષિણ ગુજરાતમાં મોટું ઓપરેશન પાર પાડતા વાપીમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં NCBની ટીમે 2 આરોપીઓ પાસેથી 4.5 કિલોગ્રામ એમડી ડ્રગ્સ સાથે 85 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વલસાડ જિલ્લાના વાપીના ડુંગરી ફળિયામાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાયા બાદ NCBની 20 ટીમો ગુજરાતમાં કામે લાગી ગઈ છે. NCB દ્વારા વલસાડ પોલીસની મદદથી છેલ્લા બે દિવસથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ કેસમાં આરોપીઓની ઓળખ પ્રકાશ પટેલ અને સોનુ રામ તરીકે થઈ છે. જે પૈકી પ્રકાશ પટેલ વલસાડમાં રહે છે અને કેમિસ્ટ છે. આ આરોપીઓ સિન્થેટિક ડ્રગ્સ પર પ્રોસેસ બનાવીને તૈયાર કરેલ 4.5 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. હાલ પોલીસે બે આરોપીની ધરપકડ કરીને તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે, જ્યાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.