રાજકોટ-઼

સ્થાનિક સ્વારાજની ચૂંટણીનું ફોર્મ ભરવા માટે 72 કોર્પોરેટરો 12:39ના વિજય મુર્હતમાં બહુમાળીથી જૂની કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. ત્યારબાદ NCPના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી પોલીસે રેશ્મા પટેલની અટકાયત કરી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. તેવામાં રાજકોટ દ્વારા રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે કલેક્ટર કચેરીમાં જ બોલાચાલી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મામલો વધારે ઉગ્ર બનતાં રેશ્મા પટેલને કલેક્ટર કચેરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે ફોર્મ ભરવા માટે ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ભાજપના લિસ્ટ મુજબ આજે ભાજપી ઉમેદવારો પણ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા. પણ ફોર્મ ભરતાં સમયે એનસીપીના રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે કલેક્ટર કચેરીની અંદર જ બોલાચાલી થઈ ગઈ હતી. જોતજોતામાં રેશ્માએ પિત્તો ગુમાવી દીધો હતો.