વડોદરા, તા.૧

વડોદરા શહેર જિલ્લામાં કોરોનાની મહામારી પુર્ણાહુતીના આરે આવીને ઉભી છે. ત્ય્‌ારે વિતેલા ચોવીસ કલાકમાં કોરોના માત્ર ૨૩ નવા કેસો શહેરમાં નોધાતા હતા. જ્યારે વધુ એક દર્દીનું મોત ડીકલેર કરવામાં આવ્યુ હતું. હાલ શહેરમાં ૨૦૦ કેસો એકટીવ હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં ૮૭ દર્દીઓને હોમઆઈસોલેશન તથા હોમ કોરન્ટાઈનમાં ૯૨ દર્દીઓને રાખવામાં આવ્યા છે. જેમાં ૧૧૩ દર્દીઓને શહેરની ચકચારી અને ખાનગી સારવાર અર્થે દાખલ કરાયા જેમાં ૮ દર્દીઓ વેન્ટીલેટર પર જયોર ૩૩ દર્દીઓ ઓકસીજન પર સારવાર આપવામાં આવી રહી છે. આજે મહાનગર પાલિકાની આરોગય્યની ટીમો દ્વારા શહેરના આજવા રોડ, તરસાલી, નવી ધરતી, અકોટા, શિયાબાગ, વડસર, સમા, ગોત્રી નવરાપુરા, અટલાદરા, રામદેવ, કપુરાઈ, જેતલપુર, પાણીગેટ, બાપોદ, યુમના વગેરે વિસ્તારોમાં કોરોના લક્ષી સર્વે તથા સેમ્પલીંગ કાર્યવાહી કરી હતી. જેમાં નવા માત્ર ૨૩ કોરોના કેસો સામે આવ્યા હતા. જેમાં ચાર ઝોન પૈકી પશ્ચિમ ઝોનમાં ૬, દક્ષિણ ઝોનમાંથી ૪ ઉત્તર ઝોન અને પુર્વ ઝોનમાંથી ૨- ૨ કેસો સામો આવ્યા હતા આ તમામને તેમની સારવારી જરૂરીયફાત મુજબ કે૮લાકને હોમકોરાન્ટાઈન તથા કેટલાકને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યાહતા.