NEET-UG પરીક્ષા 2021: દુબઈ સહિત ભારતના 203 શેહેરોમાં યોજાશે પરીક્ષા
21, ઓગ્સ્ટ 2021

દિલ્હી-

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET-UG પરીક્ષા 2021 માટે શહેરોની યાદી બહાર પાડી છે. રજીસ્ટર્ડ છાત્ર NTAની અધિકારીક વેબસાઈટ પર જઈને રોલ નંબર, ડેટ ઓફ બર્થ અને સિક્યોરીટી પીન નાખીને પરીક્ષા માટે ફાળવેલ શહેર જોઈ શકે છે. NTA દ્વારા બહાર પાડવામાં આવેલા રજીસ્ટ્રેશન ફોર્મ ભરતા સમયે વિદ્યાર્થીઓ દ્રારા પ્રાથમિકતા આપવામાં આવેલા શેહેરો મુજબ પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું છે. નીટ યુજી 2021 પરીક્ષા 12 સપ્ટેમ્બરના દિવસે 203 શેહેરોમાં થશે. પરીક્ષા માટે હોલ ટીકીટ 3 દિવસ પહેલા બહાર પાડવામાં આવશે. વિદ્યાર્થી NTAની આધિકારીક વેબસાઈટ www.neet.nta.ac.in પર જઈને હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકે છે. નીટ યુજી પરીક્ષા 2021માં કુલ 13 ભાષામાં લેવામાં આવશે. આ ભાષાઓમાં હિન્દી, અગ્રેંજી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડીયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ સામેલ છે. આ પરીક્ષા ઓફલાઈન આયોજીત કરવામાં આવી છે. આ સિવાય દુબઈમાં પણ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution