સોળે શણગાર સજી લગ્નના તાંતણે બંધાઇ નેહા કક્કર,રોહનપ્રીતનો હાથ પકડીને ગાયુ ગીત
26, ઓક્ટોબર 2020

મુંબઇ 

બોલિવૂડની પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કર 'ઇન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર' ફેમ અને પંજાબી ગાયક રોહનપ્રીત સિંહ સાથે લગ્ન બંધનમાં બંધાઈ છે. જેના વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ બધામાંથી સોશિયલ મીડિયામાં લગ્નનાં ત્રણ વીડિયો ઘણાં જ વાયરલ થઇ રહ્યાં છે. 

નેહા અને રોહનના લગ્નમાં કપલના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સામેલ થયા હતા. રિપોર્ટ પ્રમાણે, નેહા અને રોહન પરિવારની સાથે હવે પંજાબ જશે, જ્યાં તેમનું ગ્રાન્ડ રિસેપ્શન થશે. આ અંગે હજી કક્કર અને સિંહ પરિવાર તરફથી કોઇપણ સત્તાવાર જાહેરાત નથી થઈ. 

પહેલો વીડિયો - આ વીડિયોમાં તમે નેહા અને રોહનપ્રિતની ગ્રાંડ એન્ટ્રી જોઇ શકો છો. લગ્ન સમયે બન્નેની અન્ટ્રી જોવા જેવી હતી. 

બીજો વીડિયો - આ વીડિયોમાં નેહા કક્કર સાથે ટોની કક્કર સહિત અનેક પંજાબી સિંગર ગીત ગાતા દેખાય છે. આ લગ્ન પ્રસંગમાં અનેક પંજાબી ગાયકોના અવાજથી આખો માહોલ ખુશનુમા થઇગયો હતો. આ દરમિયાન નેહા કક્કર પણ રોહન પ્રિતનો હાથ પકડીને 'મિલે હો તુમ હમકો' ગીત ગાતી દેખાય છે. 

ત્રીજો વીડિયો - આ વીડિયોમાં નેહા અને રોહન બંન્ને સાથે 'નેહુ દા વ્યાહ' ગીત ગાતા દેખાય છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ઘણી વિધીઓની તસવીરો વાયરલ થઈ હતી. જેમાં હલ્દી, મહેંદી અને સંગીત સેરેમનીની જલક જોવા મળી હતી.  


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution