પાડોશી દેશ આપી રહ્યું છે ગેરજવાબદાર નિવેદન, ઇમરાન ખાને લગાવ્યો આરોપ
25, ડિસેમ્બર 2020

દિલ્હી-

નાણાકીય કટોકટીથી ઘેરાયેલ પાકિસ્તાન ભારત સામે બેજવાબદાર નિવેદનો આપવામાં કોઇ કરસ બાકી નથી રાખી રહ્યું. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આરોપ લગાવ્યો છે કે ભારત ફોલ્સ ફ્લેગ ઓપરેશન કરી શકે છે. પાકિસ્તાનના આરોપનો ભારતે જવાબ આપ્યો. ભારતે ગુરુવારે કહ્યું હતું કે પાકિસ્તાનના નકલી ફ્લેગ ઓપરેશનના આરોપને અવગણવું જોઈએ. પડોશી દેશનું ટોચનું નેતૃત્વ "કાલ્પનિક અને હાસ્યજનક બયાનબાજી કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે વર્ચુઅલ મીડિયા બ્રીફિંગમાં કહ્યું, "પાકિસ્તાનનાં નેતૃત્વની આવી કાલ્પનિક અને હાસ્યાસ્પદ વાતો કરવી એ એક દૈનિક ટેવ બની ગઈ છે. આવા નિવેદનોનો કોઈ આધાર નથી અને તેને અવગણવું જોઈએ. " વિદેશ મંત્રાલયે 20 ડિસેમ્બરના ઈમરાન ખાનના ટ્વીટના સંદર્ભમાં પુછાતા સવાલના જવાબમાં આ કહ્યું હતું. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારત પર નકલી ફ્લેગ ઓપરેશન કરવાનો આરોપ લગાવ્યો છે. ઈમરાન ખાને પોતાના ટ્વિટમાં કહ્યું, "હું આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ કરવા માંગુ છું કે જો ભારત પાકિસ્તાન વિરુદ્ધ નકલી ફ્લેગ ઓપરેશન કરશે તો પાકિસ્તાન પણ ચૂપ બેસશે નહીં અને દરેક મોરચા પરના ધમકીનો જવાબ આપશે."

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution