કાઠમડું,

ચીનના પડખામાં ભરાઈને ભારત વિરોધી વલણ અપનાવનારા નેપાળી વડાપ્રધાન કે પી ઓલીએ હવે સંસદમાં હિન્દી ભાષા પર પ્રતિબંધ મુકવા માટે વિચારણા શરુ કરી છે.

સત્તારુઢ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીની અંદર આંતરિક ઘમાસાણ મચેલુ છે. લોકોમાં ઓલીની સરકાર સામે અસંતોષ છે ત્યારે લોકોનુ ધ્યાન બીજે દોરવા માટે કે પી ઓલીએ ભારત વિરોધી પગલા લેવાનુ શરુ કર્યુ છે.

સીમા વિવાદને લઈને નવો નકશો જાહેર કરનાર ઓલી સરકાર દ્વારા હિન્દી પર પ્રતિબંધ મુકવાની હીલચાલ પર જનતા સમાજવાદી પાર્ટીના સાંસદ અને મધેસી લોકોના નેતા સરિતા ગીરીએ ભારે વિરોધ કરીને કહ્યુ હતુ કે, આવુ પગલુ ભરીને નેપાળ સરકાર તરાઈ અને મધેસી વિસ્તારમાં રહેતા લોકોના વિરોધને આમંત્રિત કરશે. ઈતિહાસમાંથી આપણે શીખવાની જરુર છે.

તેમણે સવાલ કરતા કહ્યુ હતુ કે, શું હિન્દી પર બેન મુકવાના નિર્દેશ ચીને તો નથી આપ્યા ને.

જાકે નેપાળ સરકાર માટે હિન્દી પર બેન મુકવો આસાન નહી હોય. કારણકે નેપાળમાં તરાઈ વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકો ભારતીય ભાષાઓનો જ પ્રયોગ કરે છે. બીજી તરફ જા નેપાળ હિન્દી પર પ્રતિબંધ મુકશે તો આ વિસ્તારના લોકો તેનો વિરોધ કરી શકે છે.

કેપી શર્મા પોતાની જપાર્ટીમાં ઘેરાઈ ચુક્યા છે. કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકારી ચેરમેન પુષ્પ કમલ પ્રચંડે પીએમ ઓલીની ટીકા કર્યા બાદ તેમના રાજીમાની પણ માંગ કરી છે અને ધમકી આપી છે કે, ઓલી રાજીનામુ નહી આપે તો પાર્ટીમાં ભંગાણ પડશે.