ભરૂચ

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકા મથકે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકાભરની ૧,૦૪,૦૦૦ની વસ્તી માટે સરકારી રાહે દર્દીઓને સારવાર અને નિઃશુલ્ક દવા મેળવવાનું એકમાત્ર કેન્દ્ર છે. ગરીબ દર્દીઓ માટે આશિર્વાદરૂપ માનવામાં આવે છે. દવાખાના માટે સરકારે મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તો ઉભું કરી દીધું છે, પરંતુ તેમાં ભૌતિક સુવિધાઓનો સતત અભાવ જાેવા મળી રહ્યો છે.આજે પણ તબીબોની ટીમ, કામકાજ માટે સ્ટાફ તથા મશીનરીનો સદંતર અભાવ છે. સારવાર માટે આવતા આદિવાસી વિસ્તારના ગરીબ દર્દીઓ માટે ઘણા સમયથી એક ઈન્ચાર્જ તબીબ અને એક કાયદેસર તબીબ છે જેની સામે આશરે ૪૦ હજારથી વધુ ઓપીડી થાય છે. તેમ છતાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. હોસ્પિટલમાં અન્ય મોટી સુવિદ્યાઓની સાથે એક્શ-રે, સોનોગ્રાફી મશીન તો છે, પરંતુ તેને ઓપરેટ કરનાર ટેકનીશીયનો પણ હંગામી ધોરણે કામગીરી કરી રહ્યા છે.પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરોડોના ખચૅ બનેલ આરોગ્ય કેન્દ્રનું વાજતેગાજતે લોકાપૅણ કર્યું હતું, અને આદિવાસી વિસ્તારની પ્રજાને ઘરઆંગણે જ તમામ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે તેવી જાેરશોરથી ભાષણબાજી કરવામાં આવી હતી. પરંતુ કમનસીબે આજદિન સુધી મુખ્ય તબીબની જગ્યા ખાલી પડી છે. કોરોના મહામારી વધી રહી હોવાના એહવાલ મળી રહ્યા હોય આગામી ટુંક સમયમાં નેત્રંગ સા.આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય તબીબ અને કમૅચારીઓને ભરતી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.