ગાંધીનગર-

ગુજરાતમાં ભારતનો સૌથી વધુ ૧૬૦૦ કિલોમીટર દરિયાઈ કાંઠો આવેલો છે. આ દરિયા કાંઠામાંથી ડ્રગ્સ માફિયા, એન્ટી નેશનલ એલિમેન્ટ, સમગ્લર માટે પ્રવેશ કરવું સરળ બની જાય છે. આ તમામની યોજનાને સ્વદેશી કંપની મેસર્સ એલએન્ડટી જેટ્ટી, હજીરા દ્વારા તૈયાર ઇન્ટરસેપ્ટર બોટ સી-૪૫૪ નિષ્ફળ બનાવે છે. આજે વધુ એક બોટ ખાતે ભારતીય તટરક્ષક દળ અર્પણ કરાઈ છે. જેથી હવેથી ડ્રગ્સ માફિયા, ઘૂસણખોર, આતંકીઓની સમુદ્રમાં હિલચાલ ઉપર સરળતાથી બાજ નજર રાખી શકાશે. આર્ત્મનિભર ભારતના મિશનને ઇન્ટરસેપ્ટર બોટ સી-૪૫૪ વધુ પ્રબળ બનાવે છે. આજે આ સિરીઝની છેલ્લી બોટ સુરત ખાતે અર્પણ કરવામાં આવી છે. સર્વલેન્સ, રડાર અને હથિયાર સાથે લેસ આ બોટના કારણે તટ રક્ષકોને અનેક ઉપલબ્ધિઓ મળી છે. લાઈટર મટીરિયલને કારણે આ બોટ ઝડપથી સમુદ્રમાં ફરી શકે છે. ઓછા બજેટમાં તૈયાર થયેલ આ બોટના કારણે દુશ્મન દેશમાંથી આવનાર ડ્રગ્સ માફિયા, ઘૂસણખોર, આતંકીઓની સમુદ્રમાં હિલચાલ ઉપર સરળતાથી નજર રાખી શકાય છે.