અમદાવાદ-

વડોદરાના પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈના સ્વીટી પટેલ કેસ બાદ કોર્ટમાં અજય દેસાઈ સામે સજ્જડ કાર્યવાહી થાય તે માટે અનેક પુરાવાઓ એકત્ર કરવાની શરૂઆત કરી હતી. સ્વીટીના મળી આવેલા અસ્થીમાંથી ડીએનએ નહીં મળતા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર દર્શનસિંહ બારડ પોતાની દસ માણસોની ટીમ અને પાંચ મજુરો સાથે સ્વીટીનો જ્યાં નિકાલ કરી દેવામાં આવી તે સ્થળ ભરુચ નજીકના અટાલી પહોચી તપાસ કરતા આખા દિવસની મહેનત બાદ સ્વીટીના દાંત, તેનું મંગળસુત્ર અને સોનાની વીંટી શોધી કાઢી હતી. સ્વીટીના દાંત મળી આવ્યા તે ફોરેન્સિક લેબોરટી ખાતે ડીએનએ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવશે. અજય દેસાઈ વિરૂદ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓ શોધવા માટે પોલીસ ઈન્સપેકટર દર્શનસિંહ બારડ ક્રાઈમ બ્રાન્ચના દસ માણસનો સ્ટાફ અને પાંચ મજુરો લઈ અટાલી પહોંચ્યા હતા, જયાં પંચોની રૂબરૂમાં સ્વીટીનો જ્યાં નિકાલ કર્યો તેની માટી ખોદી અનાજ ચાળવાના ચારણા વડે આંખો દિવસ માટી ચાળતા તેમાંથી સ્વીટીના પાંચ દાંત મળી આવ્યા હતા. આ દાંત ડીએનએ ટેસ્ટ માટે ખુબ મહત્વનો સાબિત થશે.