અમદાવાદ-

ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, રાજ્યના કે પછી દેશના જ નહીં પરંતુ વિશ્વનાં કોઈ પણ ખૂણેથી વિદ્યાર્થી હવે ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન કોર્ષ હવે ભણી શકશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી ગ્રાન્ટ કમિશનના નિયમ મુજબ 3 UG અને 10 PG ના કોર્ષીષ ઓનલાઈન માધ્યમથી શરૂ કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણ મુજબ એલિજિબિલિટી દર્શાવીને શરૂ કરી શકાશે. આ સાથે જ વિદ્યાર્થી એક સાથે એક ડિગ્રીનો અને એક ડિપ્લોમાનો કોર્ષ પણ કરી શકશે. આ કોર્ષમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમ દ્વારા જ શિક્ષણ આપવાની સાથે તેમની પરીક્ષા પણ ઓનલાઈન માધ્યમો દ્વારા જ લેવામાં આવશે. આ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 36 થી વધુ આઈ.સી.ટી એનેબલ ક્લાસરૂમોની પણ વ્યવસ્થા કરવામાં આવશે. હવે ગુજરાત યુનિવર્સિટીમાં બીજા પણ કેટલાક કોર્ષ શરૂ કરવામાં આવશે. હવે ગુજરાત યુનિવર્સિટી ઓનલાઇન અભ્યશ તરફ ભાર મૂકી રહી છે. આ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન રહેશે તેમજ 10 હજારથી ફી શરૂ થશે.