વોશિંગ્ટન-

અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડેનના દીકરા હંટર બાઇડેનને લઇને એક મોટો ખુલાસો થયો છે. વિદેશી મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે હંટર બાઇડેને ભૂલથી એક રશિયન કોલગર્લને પોતાના પિતાના એકાઉન્ટથી ૨૫ હજાર ડોલર એટલે કે લગભગ ૧૮ લાખ ૫૫ હજાર રૂપિયા ચુકવ્યા હતા. ન્યુયોર્ક પોસ્ટના સમાચાર પ્રમાણે, મે ૨૦૧૮માં હંટરે રશિયાની એમરાલ્ડ ફેન્ટસી ગર્લ્સ એજન્સીથી યાના નામની કોલગર્લને બોલાવી હતી. હંટરે યાનાને મેસેજ મોકલીને એ પૂછ્યું હતુ કે તે હોટલમાં છે અને શું તે અત્યારે ઉપલબ્ધ છે?

યાના હોટલ પહોંચી, બંને વચ્ચે સંબંધો બન્યા, વોડકા પીધી અને પછી પોર્ન વિડીયો પણ બનાવ્યા. ત્યારબાદ કોલગર્લનું પેમેન્ટ હંટરે પોતાના પિતા જાે બાઇડેનના ખાતાથી કર્યું હતું. તમામ મેસેજ, તસવીરો હંટર બાઇડેનના લેપટોપમાં સેવ હતી. હંટરે પોતાના લેપટોપને કોઈ ડાયરીની માફક રાખ્યું હતુ, જેમાં તે દરેક ઈ-મેઇલ અને ટેક્સ્ટ મેસેજમાં થયેલી વાતચીત, ફાઇનાન્શિયલ રેકોર્ડ સેવ રાખતો હતો. હંટર પોતાનું લેપટોપ ડેલવેયર રિપેર શૉપર પર ભૂલી ગયો હતો અને આ રીતે અમેરિકન તપાસ એજન્સીના હાથે આવ્યું.

સમાચાર પ્રમાણે યાના કેટલાક દિવસ સુધી હંટરની સાથે જ રહી અને તેણે પોતાનું પેમેન્ટ માંગ્યું. જાે કે હંટરના ડેબિટ કાર્ડ કામ નહોતા કરી રહ્યા અને યાના પણ પોતાના ૮ હજાર ડોલર વગર જવા તૈયાર નહોતી. ૨૪ મેની સવારે હંટરે પોતાના કેશ ટ્રાન્સફર એપ ઢીઙ્મઙ્મીમાં ગુલનોરા નામની મહિલાને જાેડી. આ મહિલા યાનાની બોસ હતી. હંટરે ગુલનોરાના એકાઉન્ટમાં ૮ હજાર ડોલર ટ્રાન્સફર કર્યા, પરંતુ તે પણ ના થયા. ત્યારબાદ કેટલીક વાર પછી ફાઇનાન્શિયલ સર્વિસ કંપની વેલ્સ ફાર્ગોએ હંટરને ફ્રોડ ડિટેક્શન એલર્ટ મોકલ્યું. ત્યારબાદ યાનાએ પણ ૮ હજાર ડોલર પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ના થઈ શક્યું.

યાના પાછી જતી રહી, પરંતુ જ્યાં સુધી હંટર ઊંઘીને ઊઠ્યો ત્યાં સુધી તેના બેન્ક એકાઉન્ટ ખાલી થઈ ગયા હતા. કૉમ્યુટરમાં સેવ રશીદોથી ખબર પડી કે જે પેમેન્ટ ફેલ થયા હતા તે ખરેખર થઈ ગયા હતા અને પૈસા ટ્રાન્સફર થયા હતા. પહેલા ૮ હજાર ડોલ, ત્યારબાદ ૨ હજાર ડોલર, પછી ૩૫૦૦ ડોલર, એકવાર ફરીથી ૮ હજાર ડોલર અને અંતમાં ૩૫૦૦ ડોલર. એક કલાકમાં ૨૫૦૦૦ ડોલર હંટરના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. જાે કે ત્યારબાદ યાનાએ હંટરને મેસેજ કર્યો. યાનાએ લખ્યું કે, ‘મારા એકાઉન્ટમાં અનેકવાર પૈસા આવ્યા છે. ગત રાતથી અત્યાર સુધી ૧૯,૫૦૦ ડોલર આવી ચુક્યા છે. જ્યારે મને મળવા ઇચ્છો ત્યારે મળજાે જેથી હું તમને આ પાછા આપી શકું. સારું થશે જાે તમે મને મારા પર્સનલ નંબર પર કોલ કરશો.’ જાે કે ત્યારબાદ યાનાનો નંબર બંધ થઈ ગયો અને એમરાલ્ડ ફેન્ટસી ગર્લ્સ એજન્સી પણ બંધ થઈ ચુકી છે.