અમદાવાદ

અમદાવાદના નિકોલ વોર્ડના મહિલા કોર્પોરેટરના પિતાને તેમની સોસાયટીના જ રહીશે વેક્સિન મુદ્દે પૂછતાં તેમણે ઉશ્કેરાઇને અપશબ્દો બોલી હાથ ઉગામવા જતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જે મુદ્દો હાલ નિકોલમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે વાઇરલ વીડિયો મામલે ઉષા બેને આક્ષેપ કર્યા છે કે કલ્પેશ કટારીયા નામનો યુવક છે અને તેણે આ વીડિયો ઉતારી વાઇરલ કર્યો છે. તેમને લાઈનમાં ઉભા રહી અને વેકસીન લેવી નહોતી આ બાબતે બોલચાલી કરી વીડિયો ઉતાર્યો છે અને મારા પિતા કોઈ અપશબ્દો બોલતા નથી. આ ખોટી રીતે મુદ્દો ઉભો કરવામાં આવ્યો છે. જોકે ઉષાબેને તેમના પિતા હાથ ઉગામે છે એ બાબતે પૂછતાં તેમને ખુલાસા નથી આપવા એમ ઉડાઉ જવાબ આપી દીધો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલા કોર્પોરેટરના પિતા વીડિયો ઉતારનાર ને હાથ ઉગામે છે.

નિકોલમાં વેક્સિન મામલે વારંવાર વિવાદો થયા કરે છે. અગાઉ વેક્સિનમાં વહાલાં દવલાંના નીતિમાં કેટલાંક કોર્પોરેટરનો વિવાદ થયો હતો. ત્યારે હવે કોર્પોરેટરના જ પિતાનો વેકસીન મામલે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં મહિલા કોર્પોરેટરના પિતા તેમની સોસાયટીના રહીશે જ વેક્સિન મામલે પૂછતાં તેઓએ યુવકને અપશબ્દો બોલી યુવક પર હાથ ઉગામતાં દેખાય છે. બે દિવસથી આ વીડિયો નિકોલમાં ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ પણ સ્થાનિક ધારાસભ્યને કેટલાંક લોકોએ આ મહિલા કોર્પોરેટર સામે ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

વેક્સિનેશન મુદ્દે અમદાવાદમાં કેટલાક કોર્પોરેટર વિવાદમાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ હોય કે કોરોના નિયમના ઉલળીયા જેવી ઘટના બનતી રહી છે. પરંતુ આ મામલે હાજી સુધી કોઈ પણ કોર્પોરેટર વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.