બિગ બોસ 14માંથી બહાર થયેલા નિશાંતને મળી વેબ ફિલ્મ,આર્મીનો રોલ કરશે
04, ડિસેમ્બર 2020

મુંબઇ 

રિયાલીટી શો બિગ બોસમાં ભાગ લઇ સ્પર્ધકો ખુબ નામના મેળવતાં થઇ જાય છે. તેમાંથી બહાર આવતાં જ તેમને નવા શો, ફિલ્મો, આલ્બમમાં કામ મળવા માંડે છે. બિગ બોસ-૧૪ના સ્પર્ધક નિશાંતસિંહ મલકાનીને પણ ઘરમાંથી બહાર આવતાં જ વેબ ફિલ્મમાં કામ મળી ગયું છે. તે આગામી સિરીઝમાં આર્મી ઓફિસરનો રોલ ભજવશે. કારગિલીમાં એલએસી નામના પ્રોજેકટનું શુટીંગ પણ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મ ૨૦૨૦ની સત્ય ઘટનાઓ પર આધારીત છે. નિતીનકુમાર ગુપ્તા દ્વારા નિર્દેશીત આ ફિલ્મની કહાની ગલવાન ઘાટીના એક ફ્રન્ટલાઇન સૈનિક પર કેન્દ્રીત છે. ચીની સૈનિકોએ ભારતીય સીમામાં કબ્જો જમાવવા પ્રયાસ કર્યો ત્યારે જે જવાને મહત્વપુર્ણ ભુમિકા નિભાવી હતી તેની કહાની જોવા મળશે. નિશાંતસિંહે કહ્યું હતું કે હું એવા આર્મી ઓફિસરના રોલમાં છું જે ખુબ મોટા દેશભકત છે. દેશ માટે તેઓ પોતાનો જીવ આપવા તૈયાર છું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution