જૂનાગઢ જૂનાગઢ શહેરમાં આવી તો અનેક ઐતિહાસિક ઇમારતો આવેલી છે, જેની પૂરતી સાર-સંભાળ ન થવાને કારણે આજે તેની હાલત દયનિય બની ગઈ છે. શહેરી વિસ્તારમાં જ્યાં મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહે છે, તેવા વિસ્તારમાં પણ કેટલીક ઐતિહાસિક ઇમારતો મોત થઈને ઝળુંબી રહી છે, જે બાબતે મનપા તંત્રને અનેક વખત રજુઆત કરવામાં આવી છે, જૂનાગઢની વર્ષો જૂની એક ઇમારત ધરાશાયી થઈ છે, જેસમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જૂનાગઢ શહેરમાં આવેલ ચિત્તાખાના ચોકની કન્યા શાળા નંબર-૩ આજરોજ તા.૨૯મી સપ્ટેમ્બર ના દિવસે સવારના સમયગાળામાં ધરાશાયી થઈ છે. સ્થાનિકોને કહેવા મુજબ આ કન્યા શાળા નવાબી કાળથી અસ્તિત્વ ધરાવતી હતી. છેલ્લાં કેટલાંક સમયથી ખંડેર હાલતમાં જાેવા મળતી આ ઈમારતનો કેટલોક ભાગ આજે ધરાશાયી થયો હતો. રસ્તા પર કાટમાળ પડતાં તેને હટાવવા માટે તાત્કાલિક ધોરણે મનપાની ટિમ પહોંચી હતી, પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જાેવા મળ્યાં હતાં. કન્યા શાળા નંબર-૩ ધરાશાયી થવાની ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ સ્થાનિક લારી ધારકોની લારી ઉપર દીવાલ પડતાં લારીઓ દીવાલ નીચે દબાઈ ગઈ હતી. જેથી લારીનો કચ્ચરઘાણ નીકળી જતાં સ્થાનિક લારિધારકોએ પોતાની રોજીરોટી જરૂરથી ગુમાવી છે.