પેગાસસ સ્પાયવેર બનાવતા એનએસઓ જૂથ સાથે કોઈ લેવડદેવડ થઈ નથીઃ સંરક્ષણ મંત્રાલય
09, ઓગ્સ્ટ 2021

દિલ્હી-

પેગાસસ જાસૂસી કાંડ અંગે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું છે. તેની સામે આજે સંરક્ષણ મંત્રાલયે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઇઝરાયેલની પેગાસસ સ્પાયવેર બનાવતી કંપની સાથે કોઈપણ પ્રકારની લેવડદેવડ થઈ નથી. ઉલ્લેખનીય છે કે સંસદમાં પેગાસસને લઈને મડાગાંઠ છે. ૧૯ જુલાઈના રોજ સંસદનો પ્રારંભ થયો હતો, પરંતુ અત્યાર સુધી ગૃહની કાર્યવાહી અવરોધાયેલી રહી છે.

સંસદના ચોમાસુ સત્રનું સમાપન ૧૩ ઓગસ્ટે થવાનું છે. આ હંગામા વચ્ચે સરકારે અનેક ખરડા પસાર કર્યા હતા. કોંગ્રેસ સહિત કેટલાક દળ પેગાસસ મુદ્દે ચર્ચા કરાવવા પર અડગ છે. સરકાર વારંવાર કહી રહી છે કે આ વિષયમાં સંસદમાં કેન્દ્રીય ઇન્ફ્રોમેશન એન્ડ ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ વિષય પર સંસદમાં આપેલા નિવેદન પછી હવે આવો કોઈ વિષય જ નથી. સરકારે જણાવ્યું હતું કે તે કોવિડ, ખેડૂતો સહિત અનેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. આજે વિપક્ષોની બેઠક થઈ હતી. બેઠક પછી સૂત્રએ જણાવ્યું હતું કે વિપક્ષી દળ પેગાસસ જાસૂસી કેસ અંગે ચર્ચાની માંગને લઈને સરકાર પર દબાવ બનાવવાનો પ્રયાસ કરતા રહેશે. તેની સાથે ખેડૂતો અને મોંઘવારી સાથે જાેડાયેલા મુદ્દા પર સરકારને ઘેરશે. ખડગેના સંસદભવન સ્થિત થયેલા રુમમાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, પક્ષના વરિષ્ઠ ન ેતા આનંદ શર્મા, જયરામ રમેશ, સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવ, લોકસભામાં દ્રુમુકના નેતા ટીઆર બાલુ, શિવસેનાના નેતા સંજય રાઉત સહિત બીજા કેટલાક પક્ષ હાજર હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution