ગાંધીનગર-

આખરે ગઇકાલે અંતિમ તબક્કે રદ્દ થયેલી શપથવિધી બાદ આજે તમામ નવા જ મંત્રીઓ શપથ લેવા જઇ રહ્યા છે.સિનિયર નેતાઓને બાય..બાય કહેવામાં આવ્યુ છે.જ્યારે 27થી વધુ મંત્રીઓ શપથલેવા જઇ રહ્યા છે.આજે બપોરે લગભગ 1:30 વાગ્યાની આસપાસ આ તમામ મંત્રીઓ શપથ લેશે.ભાજપના એક દિગ્ગજ નેતાએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી હોવાથી તેમની ટીમ પણ નવા જ સભ્યોની રહેશે. અગાઉ કહેવાયું હતું કે આ મંત્રીમંડળમાં અમુક સિનિયર મંત્રીઓ રહેશે, પરંતુ એમ નથી થવા જઈ રહ્યું. તમામ મંત્રીઓ નવા જ રહેશે. અલબત્ત, ધારાસભ્ય તરીકે સિનિયર હોય તેવા મંત્રીઓ આ મંત્રીમંડળમાં ચોક્કસ રહેશે. જ્ઞાતિ અને પ્રદેશવાર સમીકરણનો એમાં ચોક્કસ ખ્યાલ રખાયો છે. આ મંત્રીમંડળમાં  25 સભ્યનું પૂર્ણ કદનું મંત્રીમંડળ બને એવી શક્યતા છે.

ગુજરાતમાં શપથવિધિમાં ઉપસ્થિત રહેવા ધારાસભ્યોને ટેલિફોનિક જાણ કરાઈ..

કૌન કૌન બનશે મંત્રી..

1. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે બનશે મંત્રી

2. વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ બનશે મંત્રી

3. ભાવનગર પશ્ચિમના જીતુ વાઘાણી બનશે મંત્રી

4. વડોદરાના ધારાસભ્ય મનીષા વકીલ બનશે મંત્રી

5. રાજકોટ પૂર્વના અરવિંદ રૈયાણી બનશે મંત્રી

6. કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા બનશે મંત્રી

7. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા બનશે મંત્રી

8. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ મંત્રી બનશે

9. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ બનશે મંત્રી

10. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી બનશે મંત્રી

11. મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથાર મંત્રી બનશે

12. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ બનશે મંત્રી

13. કેશોદના ધારાસભ્ય દેવા માલમ બનશે મંત્રી

14. અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર બનશે મંત્રી

15. રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી મંત્રી બનશે

16. નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ બનશે મંત્રી

17. ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા મંત્રી બનશે

18. મહેમદાવાદના ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ બનશે મંત્રી

19. સંતરામપુરના કુબેરસિંહ ડિંડોર બનશે મંત્રી

20. પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર બનશે મંત્રી

21. મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણા બનશે મંત્રી

22. વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ મંત્રી બનશે

23. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા બનશે મંત્રી

24. મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી મંત્રી બનશે

25. પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ બનશે મંત્રી