મુંબઇ-

મહારાષ્ટ્રની બોમ્બે હાઈ કોર્ટે એક જનહિતની અરજી પર સુનાવણી કરતા જણાવ્યું છે કે એક ફ્લેટના માલિક એકથી વધુ વાહન રાખી નહી શકે. આ મામલામાં અધિકારીઓને નિર્દેશ આપતા જણાવ્યું કે જે લોકો પાસે ઘણી કારો છે, અને પાર્કિંગની જગ્યા નથી. તેમણે એકથી વધુ પર્સનલ વાહન રાખવાની પરમિશન નહી મળે. હાઈ કોર્ટના મુખ્ય જજ દીપંકર દત્તા અને ન્યાયમૂર્તિ જીએસ કુલકર્ણીની ખંડપીઠે જણાવ્યું કે અધિકારીઓને તે લોકોને ૪ અથવા ૫ કારો રાખવાની પરમિશન આપવી ના જાેઈએ, જેમની પાસે માત્ર એક જ ફ્લેટ છે, અને જેમની કોલોની અથવા સોસાયટીઓમાં કાર પાર્કિંગ કરવાની અનુકુળ જગ્યા નથી.

તમને જણાવી દઈએ કે નવી મુંબઈમાં વસવાટ કરતા સંદીપ ઠાકુરે અરજી દાખલ કરી હતી. આ જાહેરહિતની અરજી પર હાઈકોર્ટે સુનાવણી કરી હતી. જેમાં ઠાકુરે એક સરકારી આદેશને પડકાર આપતા અરજી દાખલ કરી હતી. એકીકૃત વિકાસ નિયંત્રણ તેમજ સંવર્ધન નિયામક કાયદામાં સંશોધન કરતા મુજબ ફ્લેટ અને બિલ્ડિંગ બનાવનાર ડેવલોપરને પાર્કિગની જગ્યા ઓછી કરવા માટે કહેવામાં આવ્યું હતું.ઠાકુરે પોતાની અરજીમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે, ડેવલપર નવી બિલ્ડીંગોમાં પાર્કિંગ માટે યોગ્ય જગ્યા નથી આપતા. જેને લઈને કોલોનીઓ અને સોસાયટીમાં રહેતા લોકોને બહાર રસ્તા પર ગાડીઓ પાર્કિંગ કરવી પડે છે.

આ ઉપરાંત હાઈકોર્ટે કહ્યુ હતું કે, નવી ગાડીઓની કિંમત ઓછી કરવાની જરૂર છે. જેથી લોકો સરળતાથી ગાડી ખરીદી શકે છે, તેમને ચાર અથવા પાંચ ગાડી ખરીદવાની મંજૂરી આપવી ખોટી વાત છે. ગાડી લેતા પહેલા એ જાેવુ જાેઈએ કે, ગાડી પાર્ક કરવા માટે આપની પાસે યોગ્ય જગ્યા છે.કોર્ટે ગાડીઓની વધતી સંખ્યા પર વાત કરતા કહ્યુ હતું કે, આજે રસ્તાઓની બંને સાઈડમાં ૩૦ ટકાથી વધારે પાર્કિંગના કારણે ફૂલ થઈ જાય છે. રસ્તા પર ગાડીઓને પાર્ક કરવી એ હવે સામાન્ય બાબત થઈ ગઈ છે. આ મામલે કોર્ટે રાજ્યના સરકારી વકીલ મનીષ પાબલે પાસે બે અઠવાડીયાની અંદર જવાબ માગ્યો છે.