પાટણ-

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી એક જ વિસ્તારમાં બે સેલ્ફ ફાયનાન્સ કોલેજાેને મંજૂરી આપતા વિવાદ સર્જાયો હતો.ત્યારે કડીની એક કોલેજ એનઓસી લેવી ફરજીયાત હોવાનો નિયમ મામલે નામદાર હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. જે પિટિશન મામલે કોર્ટમાં ચાલતા કોર્ટે એક જ વિસ્તારમાં બીજી કોલેજ શરૂ કરવા માટે એનઓસી લેવાની જરૂર ન હોવાનો ચુકાદો આપ્યો છે. ત્યારે હવે નવીન કોલેજાે શરૂ કરવા માંગતા સંચાલકો માટે મોટી રાહત થવા પામી છે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કડીની બે કોલેજાે વચ્ચે ૨૦૧૩માં એનઓસી મામલે વિવાદ થતાં કડીની એક કોલેજ કોર્ટમાં ગઈ હતી.ત્યારે લાંબા સમય કેસ ચાલ્યા બાદ હાઇકોર્ટે સંલગ્ન કોલેજાે શરૂ કરવા માટે વિસ્તારમાં બીજી કોલેજની એનઓસી લેવાની જરૂરિયાત રહેશે નહીં તેવો ચુકાદો આપ્યો હોવાનું રજિસ્ટ્રાર ડૉ.ડી.એમ.પટેલે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોટા ભાગે યુનિવર્સિટીમાં સંલગ્ન કોલેજાે શરૂ કરવા માટે એક જ વિસ્તારમાંથી બેથી વધુ કોલેજાે મંજૂરી માંગતી હોય છે. તેવા સમયે યુનિવર્સિટી દ્વારા અગાઉથી શરૂ જે તે વિસ્તારની કોલેજાેની મંજૂરી માટે એનઓસી લેવાની ફરજ પાડતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં અન્ય કોલેજાેને સંખ્યા ગુમાવવાના ભયને લઇ એનઓસી મેળવવામાં મુશ્કેલીઓ પડતી હોવાના કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે.ત્યારે હવે આ કોર્ટના ચુકાદાને લઇ કોલેજાે શરૂ કરવા માંગતા સંચાલકોને એનઓસી મેળવવા માટેની ઝંઝટમાંથી રાહત મળશે.