ભુવનેશ્વર-

ઓડિશામાં ઘણાં વર્ષોની પરંપરાને તોડીને એક મહિલાએ તેના પતિનો અંતિમ સંસ્કાર કર્યો. મજબૂરીમાં તેણે આ પગલું ભરવું પડ્યું, કારણ કે અંતિમ સંસ્કાર માટે કોઈ સબંધીઓ આવ્યા નહોતા. મહિલાએ પી.પી.ઇ કીટ પહેરીને બધી વિધિ પૂર્ણ કરી. તેના પતિના શબને ખભા પર રાખ્યા હતા અને બાદમાં અગ્નિ દાહ પણ કર્યુ હતી.

મંડપલ્લી ગામ ઓડિશાના મલકનગિરી જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તારના મૈથિલી બ્લોકમાં છે. કૃષ્ણ નાયક અહીં રહેતા હતા. કૃષ્ણા આ બ્લોકના શિક્ષણ અધિકારી હતા. બે દિવસ પહેલા, જ્યારે તેની તબિયત અચાનક વણસી ગઈ હતી, ત્યારે તેમને જીપોર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બાદમાં હોસ્પિટલે તેમને કોરપુટની શહીર લક્ષ્મણ નાયક મેડિકલ કોલેજમાં રિફર કર્યા. તે જ સમયે, તેની સ્થિતિ વધુ ગંભીર બની હતી. કોવિડ -19 તપાસનો રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો હતો.

તબિયત લથડતી ગઈ અને ડેક્ટરોએ નાયકને વિશાખાપટ્ટનમ ખસેડવાનું કહ્યું. પરંતુ વિશાખાપટ્ટનમના માર્ગમાં નાયક મૃત્યુ પામ્યા.આ પછી કૃષ્ણ નાયકને તેમના ઘરે લાવવામાં આવ્યા. પરંતુ અંતિમ સંસ્કાર માટે ન કોઈ સબંધીઓ આવ્યા, ન કોઈ પડોશીઓ. દરેકને કોવિડ -19 ચેપનો ભય હતો. કૃષ્ણાની પત્નીએ ઘણા લોકો સાથે વિનંતી કરી પણ કોઈએ સાંભળ્યું નહીં.

અંતે, જ્યારે કૃષ્ણની પત્ની થાકી ગયા પછી કોઈ વિકલ્પ બાકી ન હતો, ત્યારે તેણે જાતે જ પી.પી.ઇ કીટ પહેરીને બધી વ્યવસ્થા કરી. એમ્બ્યુલન્સને પોતે બોલાવી અને કેટલાક તબીબી કર્મચારીઓની મદદથી મૃતદેહને જંગલમાં લઈ ગયી.એમ્બ્યુલન્સમાંથી ઉતાર્યા . ત્યારબાદ, બધી ધાર્મિક વિધિઓ કરી તેણે પતિને મુખાગ્નિ પણ આપી. આ સમય દરમિયાન કેટલાક તબીબી સ્ટાફ સાથે હતા.