ના હોય, અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી જર્મનીમાં પિત્ઝા ડિલિવર કરે છે
25, ઓગ્સ્ટ 2021

બર્લિન-

અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી સૈયદ અહમદ જર્મનીમાં પિત્ઝાની ડિલિવરી કરતા જાેઈ શકાય છે. કહેવાય છે કે જયારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજાે કર્યો ત્યારે સૈયદ અહમદ રાજકારણમાં સક્રિય હતા પણ મંત્રી નહોતા. તેમને એક વર્ષ પહેલા જ સંચાર મંત્રી તરીકે રાજીનામુ આપી દીધું હતું. ટૂંકમાં અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી જર્મનીમાં પિત્ઝા ડિલિવરી બોય બની ગયા છે. જે તસવીર સામે આવી છે તેમાં જર્મનીના લીપઝીન્ગમાં સાઇકલ પર પિત્ઝાની ડિલિવરી કરતા જાેવા મળી રહ્યા છે.

આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. તે જ્યારે જર્મની ગયા ત્યારે અન્ય કામ કર્યા, પણ પછી રૂપિયા ખૂટી જતાં પિત્ઝા ડિલીવરીનું કામ શરૂ કર્યું. તેમનું કહેવું છે કે આ પ્રકારનું કામ કરવામાં કોઈ શરમ નથી આવતી.ઉલ્લેખનીય છે કે તાલિબાનની એન્ટ્રી પછી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અંધાધૂંધીનો માહોલ છે. દરેક અફઘાની દેશમાંથી ભાગવા માંગે છે. રાષ્ટ્રપતિ ગની સાઉદી આરબ અમીરાત ચાલ્યા ગયા છે જયારે તેમના કેટલાક મંત્રીઓએ પણ અલગ અલગ દેશમાં શરણું લીધું છે અફઘાનિસ્તાન ઉપર તાલિબાનના કબજા પછી રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના કેટલાક મંત્રીઓ દેશ છોડીને ભાગી ગયા છે. આ બધા વચ્ચે અફઘાનિસ્તાનના એક પૂર્વ મંત્રીની તસવીર જર્મનીથી સામે આવી છે. આ તસવીરે લોકોને વિચારતા કરી દીધા છે. હકીકતમાં, અફઘાન સરકારમાં સંચાર મંત્રી રહેલા સૈયદ અહમદ સાદતે તાલિબાનના કબજા પછી અફઘાનિસ્તાન છોડી દીધું હતું. રિપોર્ટ અનુસાર, મંત્રી સૈયદ અહમદ સાદત હાલમાં જર્મનીમાં છે. તેમણે અફઘાનિસ્તાનમાં સંચાર મંત્રી તરીકે સેલ ફોન નેટવર્કનો ફેલાવો કર્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution