રસ્તા પર ઉભી રહેતી નોનવેજ ઈંડાની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ સમાન મહેસૂલ મંત્રી
13, નવેમ્બર 2021

કચ્છ, ગુજરાતના શહેરોમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ નો મુદ્દો સળગ્યો છે. એક બાદ એક શહેરો જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યાં છે. ત્યારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ મામલે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં રસ્તા પર ઊભી રહેતી ઈંડા અને નોન-વેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ સમાન છે. કચ્છમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, આ એક લાંબા ગાળાનો પ્રશ્ન છે. રસ્તામાં ગમે ત્યાં ઊભા રહીને ધંધો કરે એ ન ચાલે. દુકાન લઈને ધંધો કરે.કચ્છના કાર્યક્રમ દરમિયાન મહેસૂલ મંત્રીએ વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહિ કરવા માટે મ્યુનિસિપાલિટીના પગલાંની પ્રસંશા કરી હતી અને એના માટે સખત પગલાની હિમાયત પણ કરી હતી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રસ્તામાં ઊભી રહેલી લારીઓ મામલે પોતાના નિવેદન પર અડગ છે. આજે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે કહ્યું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી. રોડ પર લારીનું દબાણ એ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જાેઈએ. નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જાેઈએ. રસ્તા પર વેજ કે નોનવેજ જે પણ લારીઓ ઊભી રહેવાને તેમણે લેન્ડ ગ્રેબિંગ ગણાવ્યું છે. વડોદરાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદન પર પણ તેમણે કહ્યું કે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કહેવાનો ભાવ એવો જ છે. આ લારીઓથી કોઈને નુકસાન ન થવું જાેઈએ. રોડ પર કોઈ પણ પ્રકારની લારીઓ ન ઉભી રહેવી જાેઈએ. ગઈ કાલે પાલિકાએ જાહેર રસ્તાઓ પરથી નોનવેજની લારીઓ દૂર કરવા આદેશ કર્યો હતો. ખુદ મહેસૂલ મંત્રીએ કહ્યું હતું કે આ રીતે રસ્તા પર ઉભી રહેતી લારીઓ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. પરંતુ મહેસૂલ મંત્રીની વાતને વડોદરાના સ્ટેન્ડિંગ ચેરમેન જ નથી માની રહ્યા. પરંતુ એક જ દિવસમાં યુટર્ન મારી હવે નોનવેજ ઢાંકીને રસ્તા પર વેચી શકાશે તેવો ર્નિણય કર્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution