નોર્થ કોરિયાના બાળકોને સ્કૂલોમાં રોજ દોઢ કલાક કિમ જાેંગ અંગે ભણાવાશે
18, સપ્ટેમ્બર 2020 594   |  

દિલ્હી-

નોર્થ કોરિયાના ભેજાગેપ તાનાશાહ કિમ જાેંગને આ દેશના લોકો વચ્ચે તેમના તારણહાર તરીકે અવાર નવાર રજૂ કરવામાં આવે છે.

હવે કિમ જાેંગને લઈને નવો કાયદો ઉત્તર કોરિયામાં બનાવાયો છે.જે પ્રમાણે દેશની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રોજ દોઢ કલાક કિમ જાેંગ અંગે ભણાવવામાં આવશે.આ ર્નિણય પાછળનો ઉદ્દેશ લોકોને નોર્થ કોરિયાની લીડરશીપ પ્રત્યે વધારે વફાદાર બનાવવાનો છે. એવુ કહેવાય છે કે, કિમ જાેંગની બહેને તાજેતરમાં જ ગ્રેટનેસ એ્‌જયુકેશનના ભાગરુપે પાઠય પુસ્તકમાં બદલવાનો આદેશ આપ્યો હતો.નવો અભ્યાસક્રમ દેશની તમામ સ્કૂલોમાં પહોંચાડી દેવાયો છે. 

દક્ષિણ કોરિયાના એક અખબારના દાવા પ્રમાણે નવો કોર્સ પાંચમા અને છઠ્ઠા ધોરણના બાળકો પર કેન્દ્રીત રહેશે.તેમને રોજ કિમ જાેંગ, તેમના પિતા અને તેમના દાદાના બાળપણ અંગે ભણાવવામાં આવશે. કિમ જાેંગ નાના હતા ત્યારથી શૂટિંગમાં નિષ્ણાત હતા અને ભણવામાં બહુ રસ લેતા હતા તે પ્રકારની જાણકારી પુસ્તકોમાં સમાવાઈ છે.આ સિવાય કિમ જાેંગના જીવન સાથે જાેડાયેલા કિસ્સાઓ પણ બાળકોને સંભળાવવામાં આવશે 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution