ગોધરા, પંચમહાલ જિલ્લામાં હાલ શાંતિપૂર્વક રીતે મતદાન ચાલી રહ્યું છે. પંચમહાલના દરેક તાલુકામાં મતદાન માટે લાંબી લાઈનો લાગી છે. લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. બીજી તરફ, પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત ૨માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેને પગલે પોલીસ પણ દોડતી થઈ છે. પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત ૨માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. મતદાન શરૂ થયાના ૪ કલાકથી વધુ સમય વીત્યા બાદ પણ મતદાન મથકમાં એક પણ વોટ પડ્યો નથી. નર્મદા ડેમના વિસ્થાપિતોને આ મથકમાં વસાવવામાં આવ્યા છે. સ્થાનિકોને એક પણ સરકારી યોજનાઓનો લાભ નથી મળતો. ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવ અને જમીન પોતાના નામે નહિ સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. મતદાન ન કરવાનો ર્નિણય કર્યો હતો. ત્યારે ડીવાયએસપી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો સીઆરપીએફની ટુકડી અને મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો